loader

Breaking News


Home > Sports > શાસ્ત્રીએ કર્યા ધોનીના વખાણઃ કહ્યુ દુનિયાનો સૌથી મહાન વિકેટકીપર


Foto

શાસ્ત્રીએ કર્યા ધોનીના વખાણઃ કહ્યુ દુનિયાનો સૌથી મહાન વિકેટકીપર

Sept. 13, 2017, 5:26 p.m.
      Whatsapp   

ટીમ ઈંડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ વન ડે સીરીજ પહેલા મહત્વનું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ વિકેટકીપર એમ એસ ધોનીના વખાણ કરતાં કહ્યું કે તે દુનિયાનો સૌથી મહાન વિકેટકીપર અને સૌથી ફીટ ખેલાડી છે.

મીડિયા સાથેની વાતચીતમાં શાસ્ત્રીએ કહ્યુ કે, ધોની આજે પણ દુનિયાનો સૌથી મહાન વિકેટકીપર છે. દુનિયા તેમના ઝડપી વિકેટકીપીંગની મુરિદ છે. તે જેટલો ઝડપી છે તેટલો જ ચપળ વિકેટકીપર છે. તેના ટેસ્ટમાંથી સંન્યાસ લીધા બાદ તેનુ બેટીંગ ફોર્મમાં વધારો થતો ગયો છે. આ નિર્ણય તેને માટે ફાયદાકારક રહ્યો છે.



શાસ્ત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે, ધોની ભારતીય ટીમની તાકાત છે. તે અત્યારના સમયના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. તેના ટીમમાં રહેવાથી ટાીમને ઘણો ફાયદો થાય છે. ધોનીએ 2017માં 17 વન ડે રમી છે, જેમાં તેણે 91.33ની એવરેજથી 548 રન બનાવ્યાં છે. તેના ફોર્મનું તાજુ ઉદાહરણ શ્રીલંકા સામેની વન ડે સીરીઝ હતુ. તેણે શ્રીલંકાની વન ડે સીરીઝમાં સારી બેટીંગ કરી હતી અને પૂરી વન ડે સીરીઝમાં તે નોટઆઉટ રહ્યો હતો. આ બધા કારણોને લીધે ધોની ટીમ ઈંડિયાની જરૂરત છે.

હાર્દિક શાહ