loader

Breaking News


Home > National > ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ બનાવ્યું ત્યારે પણ આટલા પોસ્ટર નહોતા લગાવવામાં આવ્યાં : શત્રુઘ્ન સિંહા


Foto

ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ બનાવ્યું ત્યારે પણ આટલા પોસ્ટર નહોતા લગાવવામાં આવ્યાં : શત્રુઘ્ન સિંહા

June 30, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપનાં સાંસદ શત્રુઘ્ન સિન્હાએ સર્જીકલ સ્ટ્રાઈકને સેનાનાં શોર્યનો હિસ્સો ગણાવ્યો છે પરાંત ભાજપે તેનો દુરઉપયોગ કર્યો છે તેમ પણ જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈકને આ રીતે પ્રચારિત કરવી તે ખુદને સર્ટીફીકેટ આપવા જેવું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈકનો આટલો પ્રચાર કેમ કરવામાં આવી રહ્યો છે. આ રીતની કાર્યવાહી અગાઉ પણ કરવામાં આવી છે.

ભાજપ સાંસદે પોતાની પાર્ટી ઉપર જ પ્રશ્ન ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે ૧૯૭૧ માં જયારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ બનાવ્યું ત્યારે પણ આટલા પોસ્ટર લગાવવામાં નહોતા આવ્યાં. વાજપાઇનાં જમાનામાં પણ સર્જીકલ સ્ટ્રાઈક થઇ હતી. તેમણે સૈન્યને સલામ કરતાં કહ્યું હતું કે આ રાષ્ટ્રીય હિતની વાત છે.