loader

Breaking News


Home > Gujarat > શત્રુઘ્ન સિંહા - યશવંત સિંહા મળ્યાં હાર્દિક પટેલને, સુરેશ મહેતા પણ રહ્યાં હાજર


Foto

શત્રુઘ્ન સિંહા - યશવંત સિંહા મળ્યાં હાર્દિક પટેલને, સુરેશ મહેતા પણ રહ્યાં હાજર

Sept. 4, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : હાર્દિક પટેલના ઉપવાસના અગિયારમા દિવસે આજે શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા હાર્દિકને મળ્યા હતા. શત્રુઘ્ન સિંહા સાથે સુરેશ મહેતા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આજે ભાજપ સરકારે પણ હાર્દિકના ઉપવાસને લઈને પોતાના મંત્રીને નિવેદન આપવા ઉતાર્યા હતા.

સૌરભ પટેલે જણાવ્યું હતું કે અમને હાર્દિક પટેલની ચિંતા છે પરંતુ આ આંદોલન પાછળ કોંગ્રેસ છે. સામે પક્ષે કોંગ્રેસે જવાબ આપતા કહ્યું હતું કે ભાજપ સરકાર હાર્દિકની તબિયતને લઈને સલાહો ના આપે.

આજે મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે હાર્દિકની તબિયતની ચિંતા અમને પણ છે. તેને ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ અને રિપોર્ટ કઢાવવા જોઈએ. સૌરભ પટેલે સમગ્ર આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું.

યશવંત સિંહાએ જણાવ્યું હતું કે ખેડૂતોની દેવામાફીના મુદ્દે અમે હાર્દિક પટેલની સાથે છે. તેઓએ અનામત અંગે જણાવ્યું હતું કે સંવિધાનને નજરમાં રાખીને કેન્દ્ર સરકારે તેનો નિર્ણય લેવો જોઈએ. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ તો હાર્દિક પટેલને લઈને ગંભીર છે પરંતુ ભાજપ સરકાર ગંભીર નથી લાગી રહી. અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ થઇ શકે છે તો ગુજરાતમાં કેમ નથી ખેડૂતોનું દેવું માફ નથી થતું. તેઓએ સરકારને અપીલ કરી હતી કે હવે વધુ અન્યાય ના કરો અને અનશનને ખતમ કરાવો.