loader

Breaking News


Home > Sports > શૉન પોલોક મેદાનમાં થયા શર્મસાર, દર્શકો લાગ્યા હસવા


Foto

શૉન પોલોક મેદાનમાં થયા શર્મસાર, દર્શકો લાગ્યા હસવા

Dec. 29, 2018, 11:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સેંચુરિયન : ક્રિકેટમાં ઘણીવાર એવા મોમેંટ જોવા મળતા હોય છે જેને જોઇને તમે હસ્યા હશો. તેવો એક કિસ્સો પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે સેંચુરિયનમાં રમાઇ રહેલી બૉક્સિંગ ડે ટેસ્ટનાં ત્રીજા દિવસે લંચ દરમિયાન જોવા મળ્યો હતો. લાઇવ ટીવી શો દરમિયાન સાઉથ આફ્રિકાનાં પૂર્વ મહાન બોલર શૉન પોલોકની અચાનક પેંટ ફાટી ગઇ હતી. જેને જોઇ દર્શકો પોતાની હસી રોકી શક્યા નહોતા.મેદાનમાં એક્સપર્ટની ભૂમિકામાં આવેલા શૉન પોલોક લંચ ટાઇમ દરમિયાન પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ સાથે ટેસ્ટ મેચની ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન તેમને એક કેચ પકડવાનો ટાસ્ક આપવામાં આવ્યો. પોલોક અને ગ્રીમ સ્મિથ સ્લિપમાં કેંચ કેવી રીતે પકડવો તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન કેચ પકડવાનાં ચક્કરમાં પોલોકની પેંટ ફાટી ગઇ હતી. પોલોકની પેંટ ફાટી જતા તે શરમમાં મુકાઇ ગયા હતા. દર્શકો પોલોકની પેંટ ફાટતા જોઇ ઘણા હસવા લાગ્યા હતા. મેદાન બહાર જવા માટે પોલોકને એક રૂમાલનો સહારો લેવો પડ્યો હતો. આ વીડિયો આજે સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે.