loader

Breaking News


Home > International > બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીના બની શકે છે પ્રધાનમંત્રી


Foto

બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીના બની શકે છે પ્રધાનમંત્રી

Dec. 31, 2018, 10:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીનાં ફરી એકવાર પ્રધાનમંત્રી બની શકે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો બાંગ્લાદેશની મીડિયાએ કર્યો છે. જેમા કહેવાય છે કે 300 સીટોમાંથી લગભગ 266 સીટો પર સત્તારૂઢી અવામી લીગ અને તેના સહયોગીએ જીત મેળવી શકે છે. જ્યારે વિપક્ષને માત્ર 20થી 21 સીટો જ મળી શકે છે. બાંગ્લાદેશી મીડિયા મુજબ થશે તો શેખ હસીના ચૌથી વખત બાંગ્લાદેશની પ્રધાનમંત્રી બનશે.



બાંગ્લાદેશમાં શેખ હસીના છેલ્લા ત્રણ ટર્મથી જીત મેળવી સત્તા સંભાળી રહ્યા છે. ચૂંટણી પંચે હજુ માત્ર એક સીટ ગોપાલગંજનાં પરિણામની પુષ્ટી કરી છે જ્યા શેખ હસીનાને 2,29,539 વોટ મળ્યા છે. બીજી તરફ તેમના વિરોધી બીએનપીનાં ઉમેદવારને માત્ર 123 વોટ જ મળ્યા છે. તમને જણાવી દઇએ કે બાંગ્લાદેશમાં ચૂંટણી પંચ મુજબ 300 સીટોમાથી 299 સીટો પર ચૂંટણી થઇ છે. એક ઉમેદવારનાં નિધન બાદ એક સીટ પર ચૂંટણી કરવામાં આવી નથી. અહી 299 સીટો માટે 1,848 ઉમેદવાર મેદાનમાં છે, વળી ચૂંટણી માટે 40,183 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.