loader

Breaking News


Home > Bollywood > શિલ્પા શેઠ્ઠી ચિંપાજી સાથે મસ્તી કરતી નજરે ચઢી, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાયરલ


Foto

શિલ્પા શેઠ્ઠી ચિંપાજી સાથે મસ્તી કરતી નજરે ચઢી, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાયરલ

Aug. 8, 2018, 10:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રી શિલ્પા શેઠ્ઠીનો એક ફોટો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં તે એક ચિંપાજી સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે.

શિલ્પા શેઠ્ઠીએ આ ચિંપાજીને ગળે ભેટીને પોઝ આપ્યો હતો.



બોલીવુડમાં પોતાના ફિટનેસ અને ફિગરને લઇને ચર્ચામાં રહેતી શિલ્પા શેઠ્ઠી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શિલ્પા પોતાની મોટાભાગની એક્ટિવિટીને સોશિયલ મીડિયામાં શેયર કરતી હોય છે. હાલમાં તેણે એક ચિંપાજી સાથે મસ્તી કરતો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે.

જેમાં તે ચિંપાજી સાથે ગળે ભેટતી નજરે ચઢી રહી છે. તેટલું જ નહી ચિંપાજી આ મસ્તીમાં વધુ ફ્રેક થતો જોવા મળ્યો અને તેણે શિલ્પાને કિસ પણ કરી દીધી હતી. તે દરમિયાન શિલ્પાએ પોતાની જીભ બહાર કાઢી અને જોવા મળ્યુ કે ચિંપાજીએ પણ તેની કોપી કરી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.