loader

Breaking News


Home > Bollywood > શિલ્પા શિંદે ફરી બની અંગૂરી ભાભી, કહ્યુ સહી પકડે હૈ, જુઓ વીડિયો


Foto

શિલ્પા શિંદે ફરી બની અંગૂરી ભાભી, કહ્યુ સહી પકડે હૈ, જુઓ વીડિયો

April 12, 2018, 6:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિગ બોસ સીઝન-11ને જીત્યા બાદ શિલ્પા શિંદે દેશભરમાં છવાઇ ગઇ છે. શિલ્પાને ફરી પોતાના જુના અંદાજમાં જોઇ લોકો ઘણા ખુશ થઇ ગયા છે. હાલમાં શિલ્પા સુનિલ ગ્રોવરની સાથે ક્રિકેટ કોમેડી કે છૌંક વાલા કોમેડી શો કરી રહી છે. બિગ બોસમાં રહીને શિલ્પાએ જેની સાથે દુશ્મની કરી તેને પાઠ ભણાવ્યો હતો પણ જેની સાથે મિત્રતા કરી તેને આજે પણ તે યાદ કરે છે. બિગ બોસ સીઝન-11નાં એક કંટેસ્ટંટ(લવ ત્યાગી)ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતા શિલ્પાએ એક વીડિયો શેયર કર્યો છે.



શિલ્પાએ આ વીડિયોમાં ફની સ્ટાઇલ સાથે પોતોના જુના અંદાજમાં લવને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. શિલ્પાએ અંગૂરી ભાભીની બોલી અને અંદાજ સાથે આ વીડિયોને શેયર કર્યો છે. શિલ્પાનાં ફેન તેના આ અંદાજને જોઇ ખુશ થયા હતા. વળી ઘણા સમય બાદ શિલ્પા અંગૂરી ભાભીનાં અંદાજમાં દેખવા મળી હતી. બિગ બોસમાં વિનર થયા બાદથી શિલ્પા પાસે ઘણી ઓફર આવવા લાગી છે. જેને લઇને તે ઘણી ખુશ પણ જોવા મળી રહી છે.