loader

Breaking News


Home > Bollywood > Tom & Zerryની નકલ કરતી શિલ્પા સિંદે દેખાઇ મસ્તીનાં મૂડમાં


Foto

Tom & Zerryની નકલ કરતી શિલ્પા સિંદે દેખાઇ મસ્તીનાં મૂડમાં

March 26, 2018, 4:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિગ બોસ સિઝન-11ની વિનર શિલ્પા સિંદે પોતાના એક વીડિયોમાં Tom & Zerryની નકલ કરતી દેખાઇ રહી છે. આજે ભલે તેની પાસે કોઇ ફિલ્મ નથી પણ તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી દર્શકોને મનોરંજન પૂરુ પાડતી દેખાય છે.



તમને યાદ અપાઇ દઇએ કે બિગ બોસ સિઝન-11માં શિલ્પાએ તેના અસલ વ્યક્તિત્વની ઓળખ આપી હતી. જેમાં તે લડતી અને સાથે દોસ્તીની સાચી ઓળખ આપતી પણ દેખવા મળી હતી. શિલ્પાનાં આ અંદાજને દેશની જનતાએ ઘણી વખાણી હતી. પોતીની મસ્તીમાં મસ્ત રહેતી શિલ્પાએ બિગ બોસમાં રહી જનતાને મનોરંજન પણ આપ્યુ અને ઘણીવાર દુખી થતા તેના આંખમાંથી પડેલા આસુને જનતાએ પણ ગંભીર થઇને નિહાળ્યા હતા. જો કે શિલ્પા બિગ બોસમાં વિનર થયા બાદ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી પોતાના દર્શકોને ફરી મનોરંજન પૂરુ પાડતી નજરે ચડી છે. હાલમાં આવેલો તેનો Tom & Zerryની નકલનો વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં તે મસ્તીનાં મૂડમાં Tom & Zerryની નકલ કરતા જોક્સ સંભળાવી રહી છે. આ વીડિયોમાં શિલ્પાનો અંદાજ તમને કોઇ નાના બાળક જેવો લાગશે.