loader

Breaking News


Home > National > શિવસેનાએ મોદીને આડે હાથે લીધાં: નેહરુને પણ ચીન યાત્રા નહોતી ફળી.


Foto

શિવસેનાએ મોદીને આડે હાથે લીધાં: નેહરુને પણ ચીન યાત્રા નહોતી ફળી.

April 30, 2018, 12:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત અંગે કોંગ્રેસ સહિત બીજા વિપક્ષો તેમની ઉપર સવાલ ઊભા કરી રહ્યાં છે. તો બીજી બાજુ ભાજપની જ સહયોગી પાર્ટી શિવસેનાએ પણ આ મુદ્દે મોદી સરકારને આડે હાથે લીધાં છે. શિવસેનાના મુખપત્ર 'સામના'માં કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો વિચાર હતો- યુદ્ધ નહીં, પણ બુદ્ધ હોવું જોઈએ. અને પીએમ મોદીને આ વિચાર જ પસંદ આવી ગયો છે.

સામનામાં સાધ્યું પીએમની ચીન યાત્રા પર નિશાન:

- વડાપ્રધાન મોદીની ઓચિંતી ચીનની મુલાકાતને લઈને શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, 'પીએમ મોદીએ ત્યાં આતંકવાદ અને સરહદ ઉલ્લંઘન અંગે તો કોઈ જ વાત નથી કરી. પાકિસ્તાનના આતંકવાદને ચીન પોષી રહ્યું છે તે આખી દુનિયાને ખબર છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની ચર્ચા દરમિયાન પીએમ તેના વિષે એક પણ શબ્દ ન બોલ્યાં'

- સામનામાં વધુમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, પીએમ મોદીને ચીનની સરહદ પર શાંતિ જોઈએ છે. પીએમ મોદીની નીતિને ચૂંટણી સાથે જોડતાં લખવામાં આવ્યું કે, 'એક વખત ચૂંટણી થવા દો પછી તેને જોવાવાળી પીએમ મોદીની નીતિ જોવા મળી રહી છે.'

નહેરુને ચીનની મિત્રતા મોંઘી પડી હતી:

- સામનામાં પીએમ મોદીને જવાહરલાલ નહેરુ અને ચીનની મિત્રતા સાથે જોડીને લખવામાં આવ્યું છે કે પંડિત નહેરુને ચીનની મિત્રતા મોંઘી પડી હતી. સામનામાં લખ્યું કે મોદી પંડિત નહેરુ પર ટિપ્પણીની એક પણ તક ચૂકતા નથી, પરંતુ હવે તે નહેરુની જેમ જ સમસ્યા ઉકેલના પ્રયાસ કરી રહ્યાં છે.

મોદીએ હાલમાં જ ચીન યાત્રા કરી હતી :

- પીએમ મોદી હાલમાં જ બે દિવસ માટે અનૌપચારિક રીતે ચીન ગયા હતા. ત્યાં તેઓએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચાર વખતની વાતચીત કરી હતી. જો કે આ દરમિયાન કોઈ આધિકારિક વાત તો ના-થઈ પરંતુ વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદથી લડવા અને સરહદ સમસ્યાના ઉકેલને લઈને વાતચીત થઈ હતી.