loader

Breaking News


Home > National > ભાજપને મોટો ફટકો, લોકસભા ચુંટણી એકલા હાથે લડશે શિવસેના


Foto

ભાજપને મોટો ફટકો, લોકસભા ચુંટણી એકલા હાથે લડશે શિવસેના

June 7, 2018, 12:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : 2019 લોકસભા ચુંટણી અગાઉ પોતાના સહયોગી પક્ષોને રીઝવવામાં અલગેલી ભાજપને ભારે ઝટકો પડ્યો છે. સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ ગઈકાલે અમિત શાહ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા જો કે શિવસેનાનાં નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે અમે લોકસભા ૨૦૧૯ ચુંટણી એકલા હાથે લડશું.

સંજય રાઉતે જણાવ્યું હતું કે અમે લોકો અમિત શાહનાં એજન્ડાને જાણીએ છીએ પરંતુ શિવસેનાએ અગાઉથી જ પ્રસ્તાવ પાસ કરી લીધો છે જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે શિવસેના ૨૦૧૯ લોકસભા ચુંટણી એકલી જ લડશે. અમારા પ્રસ્તાવમાં કોઈ ફેરબદલ નહી થાય. આ બેઠક અગાઉ સામનામાં લખવામાં આવ્યું હતું કે પેટ્રોલ - ડીઝલનાં ભાવ વધી રહ્યા છે, ખેડૂતો સડકો પર છે તેમ છતાં ભાજપ ચુંટણી જીતવા માંગે છે.