loader

Breaking News


Home > National > શિવસેનાએ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, અંગ્રેજો સાથે કરી સરખામણી


Foto

શિવસેનાએ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, અંગ્રેજો સાથે કરી સરખામણી

June 22, 2018, 2:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી પાડતા ભાજપનાં જ સાથી પક્ષ શિવસેનાએ આક્ષેપ કરતાં કહ્યું કે, કાશ્મીરમાં લોભ માટે ગઠબંધન કરનાર ભાજપને ઇતિહાસ ભુલશે નહીં. ઉત્તર- પુર્વિય રાજ્યમાં ભાજપ આતંકવાદ પર કાબુ મેળવી શક્યો નહીં તો તેણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.



શિવસેનાએ ભાજપની સરખામણી અંગ્રેજો સાથે કરી હતી.” શિવસેનાએ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે, દેશ ચલાવવો એ કોઇ બાળકોની રમત નથી.” ભાજપે પીડીપી સાથે છેડો ફાડતા જમ્મુકાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રાજીનામુ આપ્યુ હતુ અને રાજ્યમાં ગવર્નરનું શાસન અમલમાં આવ્યું હતું. શિવસેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અરાજક્તા ફેલાવીને ભાજપ સત્તા છોડીને ભાગ્યુ છે” શિવસેનાએ તેના મુખપત્ર સામનાનાં તંત્રીલેખમાં આ વાત લખી હતી. “જમ્મુ-કાશ્મીરમાં આટલી હદ સુંધી સ્થિતિ ક્યારેય વણસી નહોતી. લોહીની નદીઓ નહોતી વહી. આટલી મોટી સંખ્યામાં આર્મીના જવાનો શહીદ નહોતા થયા. આ બધુ ભાજપનાં રાજમાં થયુ. આમ છતાં, દોષનો ટોપલો પીડીપી નેતા મહેબુબા મુફ્તી પર ઢોળવામાં આવ્યો અને ભાજપ ડાહ્યું ડમરુ થઇને સત્તા છોડાને નિકળી ગયું.