loader

Breaking News


Home > National > શિવરાજ, રમણ અને વસુંધરાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરાઈ, લડશે લોકસભા ચૂંટણી


Foto

શિવરાજ, રમણ અને વસુંધરાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરાઈ, લડશે લોકસભા ચૂંટણી

Jan. 11, 2019, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય આ પાર્ટી આજથી 2019 લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે જેના અનુસંધાનમાં આજે તે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે. આ ઉપરાંત પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલ હાર બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતાની ચૂંટણી રણનીતિ મુજબ આગળ વધી રહયા છે. તેઓએ ત્રણે રાજ્યોમાં હારેલા મુખ્યમંત્રીઓને દિલ્હીમાં જવાબદારી સોંપી દીધી છે.

લોકસભા ચૂંટણીને નજરમાં રાખીને અમિત શાહે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ, રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને પાર્ટીના ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણે નેતાઓને કહી દેવામાં આવ્યું છે કે તમારી જરૂર દિલ્હીમાં છે તેમને હવે દિલ્હીની રાજનીતિ કરવી પડશે. શિવરાજસિંહ ચૌહાણ અને વસુંધરા રાજે અગાઉ પણ સંગઠનમાં કામ કરી ચુક્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવરાજસિંહ મધ્યપ્રદેશની વિદિશા બેઠકથી ચૂંટણી લડશે.