loader

Breaking News


Home > National > SC/ST એક્ટ મુદ્દે શિવરાજસિંહ ચૌહાણે આપ્યું મોટું નિવેદન


Foto

SC/ST એક્ટ મુદ્દે શિવરાજસિંહ ચૌહાણે આપ્યું મોટું નિવેદન

Sept. 21, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સવર્ણો દ્વારા એસસી/એસટી એક્ટ મુદ્દે મધ્યપ્રદેશમાં થઇ રહેલા પૂર જોર વિરોધને જોતા એમપીનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં એસસી/એસટી એક્ટ હેઠળ ધરપકડ તપાસ બાદ જ થશે.



કેન્દ્રની મોદી સરકારે એસસી/એસટી એક્ટમાં બદલાવ કર્યા બાદ મધ્યપ્રદેશમાં સવર્ણોએ પૂરજોર વિરોધ શરૂ કરી દીધો છે. સવર્ણોનું કહેવું છે કે જો સરકાર એસસી/એસટીનાં સમર્થનમાં રહેશે તો અમે નોટા ઉપયોગ કરીશુ અથવા ચુંટણીનો બહિષ્કાર કરીશું. જેને જોતા એમપીનાં મુખ્યમંત્રીએ સવર્ણોને ઠારે પાડવા માટે ગુરુવારે એક મોટુ નિવેદન આપતા કહ્યુ કે, એસસી/એસટી એક્ટનો દૂરઉપયોગ ન થાય તે માટે પહેલા તપાસ કરવામાં આવશે ત્યાર બાદ જરૂર જણાશે તો તેની ધરપકડ થશે. શિવરાજસિંહ ચૌહાણે બાલાઘાટમાં પત્રકારો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, પ્રદેશમાં દરેક વર્ગોનાં હિત સુરક્ષિત રાખવામાં આવશે. પ્રદેશમાં સવર્ણો, અનુસુચિત જાતી, જનજાતિ દરેક વર્ગોનાં હિતને સુરક્ષિત રાખવાની જવાબદારી અમારી છે. જો કોઇ પણ ફરિયાદ આવશે, તેની પહેલા તપાસ થશે અને ત્યાર બાદ ધરપકડ થઇ શકશે.