loader

Breaking News


Home > Bollywood > એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થશે


Foto

એતરાજ-૨ ફિલ્મનું શુટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થશે

May 28, 2018, 4:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ચાહકો માટે હવે સારા સમાચાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા હવે એતરાજ-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે અંત સુધી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સુભાષ ઘાઇ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ પસંદગી કરવામાં આવી શકે છે. પ્રિયંકા હાલના દિવસોમાં તેની પાસે આવેલી જુદી જુદી ફિલ્મોની પટકથા વાંચી રહી છે. સુભાષ ઘાઇએ પ્રિયંકા સાથે વાતીચ પણ કરી છે. આ વાતચીત સફળ સાબિત થઇ છે. હવે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે.

સુભાષ ઘાઇએ નિર્માતા તરીકે વર્ષ ૨૦૦૪માં એતરાજ ફિલ્મ બનાવી હતી. જેમાં પ્રિયંકા ચોપડા, કરીના કપુર અને અક્ષય કુમારની ભૂમિકા હતી. સુભાષ ઘાઇ લાંબા સમયથી આ સિક્વલ પર કામ કરી રહ્યા હતા. ગયા મહિનામાં જ સુભાષ ઘાઇએ સિક્વલ માટેની પટકથાને આખરી ઓપ આપી દેવામાં સફળતા મેળવી છે.