loader

Breaking News


Home > Gujarat > શ્રમજીવીઓને રોજગારી મળે તે ઉદ્દેશથી હોકર્સ લાયસન્સ આપવા ટૂંકા જ દિવસોમાં ચહલપહલની શક્યતા


Foto

શ્રમજીવીઓને રોજગારી મળે તે ઉદ્દેશથી હોકર્સ લાયસન્સ આપવા ટૂંકા જ દિવસોમાં ચહલપહલની શક્યતા

July 18, 2018, 4:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દેશમાં સૌથી મોટામાં મોટો પ્રસ્ન હોય તો હવે બેરોજગારીનો છે. આજે ભારે મોંઘવારીથી ઉચ્ચવર્ગથી લઈને મધ્યમ વર્ગનો માનવી પણ બૂમો પાડી રહ્યો છે. ત્યારે રોજબરોજનું લઈને ખતા શ્રમજીવીઓની શું દશા થતી હશે ? આજે ગુજરાતના કોઈ પણ શહેરમાં જાય એટલે નાની મોટી દુકાન ખરીદવી હોય તો ૨૦થી૪૦ લાખ સિવાય મળી શકે નહીં ત્યારે આજના યુગમાં ચાર પેડલવાળી લારી કે પછી ગલ્લા જેવું મુકીને શ્રમજીવીઓ પોતાનું પેટીયું રળતા હોય છે. ત્યારે ગાંધીનગર પહેલાં વસ્તી માંડ ૨ લાખ હતી અને અત્યારે ગાંધીનગર મોટુ વિશાળ કાય બનીને જુનું ગાંઘીનગર અને નવું ગાંધીનગર તબદીલ પણ થઈ ગયેલ છે. પહેલાં કલેક્ટર કચેરીની અંડરમાં આ વેલી નોટીફાડ એરીયા તમામ કાર્યવાહી કરી અને સંભાળતી હતી. ત્યારબાદ જે બનાવીને જગ્યા આપવામાં આવી હતી. તે પછી ઘ-૫ સિવાય દુકાનો બનાવવામાં આવી નથી. નાના એવા ૨૦થી૨૫ હજારમાં તૈયાર થતા લારીગલ્લા તૈયાર કરાવીને પેટીયું રળે તેવા ઉદ્દેશથી ધંધો કરી આપતા હોય છે.

પાટનગરમાં સે.૨૬,૨૮,૩૦માં ધમધમતી જીઆઈડીસીમાં જે મોટા કંપનીઓ હતી તેમાં લુપ્ત થવપા પામ્યા છે. ટાટા ચોકડીનું નામનું લેબલ છે પણ ટાટાની કેટલી કંપનીઓ ચાલે છે તે યથાર્થ પ્રશ્ન છે. ત્યારે બેરોજગારીનો આંકડો વધતો જાય છે. કલેક્ટર દ્વારા દબાણઓના સફાયો બોલાવી દેવામાં આવ્યો છે હા, દબામ હોય તો હટાવવું પડે તેમાં બેમત નથી પણ, રહંમેશની જેમ દબાણ હટાવવામાં આવે એટલું પહેલું જેસીબી લારી ગલ્લા અને શ્રમજીવીઓ ઉપ જ ઝીંકાતુ હોય છે પણ દબાણ હટાવવું હોય તો પાકા દબાણો આજિદન સુધી કેટલા હટાવવામા ંવ્યા તો આંકડો ખરેખર આપવામાં આવે તો ત્રણ ચોકડામાં પણ ન થાય અને લારીગલ્લાના દબાણ હટાવ્યા બાદ કેટલા ગલ્લો ઉપાડ્યા તો ત્રણ આંકાડમાં ગણાય રાલીગલ્લાનું દબાણ કરતાં પાકા દબાણોની સંખ્યા ૧૦ ગણી છે. ટ્રાફિકની સમસ્યા અને ખાસ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી. ત્યાં બિલ્ડરોને બીયુ પરમીન કેવી રીતે આપી આવા અનેક દબામઓ ઉપર પહેલો હથોડો મારે કોણ શ્રમજીવીની રોજીરોટી છીનવીને તેમના લાકીગલ્લા જીસીબીમાં ઉટાવીને તોડી નાંકવા તે ક્યાંય સંવિધાન કે કાયદામાં જાગવાઈ નથી.

પાકા દબાણોઓનો ગેરકાયેદસર રાફડો પાટ્યો છે, અને ભણેલા ગણેલા નવયુવાનો આજે બેરોજગારી હોવા છતાં નાના મોટા ધંધા કરીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે લારીગલ્લા મંડળના આગેવાનો તથા મીનાબજારના રમેશ ઠક્કર અને તેમની ટીમે મુખ્યમંત્રીથી લઈને મંત્ર સુધીઆ ફરીયાદ કરતાં એક રાજ્યકક્ષાના મંત્રીએ ફોન કરીને કલેક્ટરને આ બાબતે ઘટતું કરવા જણાવેલ અને મંડળને મળવા ટાઈમ ફાળવવા પણ વિનંતી કરેલ લારીગલ્લા મંડળના આગેવાન રમેશ ઠક્કર અને ૧૦ સભ્યોની ટીમે કલેક્ટરને મળીને રોજગારી મળે અને લારીગલ્લાને હોકર્સ લાયસન્સની જાગવાઈ છે તે બાબતે વિચાર વિમર્શ ક્રોય હતો. અને કલેક્ટર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાશે તેવું પણ તેમણે મંડળના આગેવાન રમેશ ઠક્કરને જણાવ્યું હતું. કલેક્ટરે મુલાકાત આપ્યા બાદ પહેલાં ઝુપડ પટ્ટીની સંખ્યા આટલી હતી અને તેમાં ૧૦ ગણો વધારો થયો હોવાનું પણ મંડળના આગેવાને કહ્યું હતું ત્યારે મંડળના આગેવાન રમેશ ઠક્કરે બેરોજગારોને રોજી આો અને હોકર્સ લાયસન્સની જાગવાઈ છે, સવારે મુકે અને સાંજે લઈજાય ક્યાંય પાકા દબાણઓ લારીગલ્લા તરફથી થયા નથી અને પાકા દબાણો લારીલ્લાના ના હોય તો હટાવો તેમાં કોઈ જ વાંધો નથી. કલેક્ટર દ્વારા સેક્ટરોમાં ઝોન પાડીને હોકર્સ લાયસન્સ આપવામાં સંમતી દર્શાવી હોવાનું મીનાબજારના આગેવાન રમેશ ઠક્કરે તેમની ચર્ચામાં જમાવ્યું હતું. ત્યારે અહીં જાગવાઈ કરવા અને શ્રમજીવીઓને હોક્રસ લાયસન્સ મળે તે માટે પોતે પ્રયત્નશીલ હોવાનું કલેક્ટરે જમાવ્યું હતું.