loader

Breaking News


Home > Bollywood > શ્રદ્ધા કપૂરે રસ્તામાં ઉભેલી વૃદ્ધ મહિલાને નમસ્કાર કર્યા. ફેન્સે કહ્યું આને કહેવાય સંસ્કાર.


Foto

શ્રદ્ધા કપૂરે રસ્તામાં ઉભેલી વૃદ્ધ મહિલાને નમસ્કાર કર્યા. ફેન્સે કહ્યું આને કહેવાય સંસ્કાર.

May 18, 2018, 1:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:બોલીવુડ બ્યુટી શ્રદ્ધા કપૂરનો તાજેતરમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં શ્રદ્ધા કપૂર રસ્તામાં ઉભેલી એક વૃદ્ધ મહિલાને નમસ્કાર કહેતી જોવાં મળે છે. આ વિડીયો સોશીયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ ગયો છે અને યુઝર્સ શ્રદ્ધાના વખાણ કરતાં થાકતાં નથી લોકો શ્રદ્ધાને જોઈને સંસ્કાર આવા કહેવાય તેવું કહે છે.આપને જણાવી દઈએ કે શ્રધ્ધા હાલમાં જ પોતાની હોરર કોમેડી ફિલ્મ "સ્ત્રી"નું શુટિંગ પૂરું કરી મુંબઈ પછી ફરી છે અને પોતાની ફિટનેસ અને વર્કઆઉટને લઈને ખુબ જ ચિંતિત છે.આ વિડીયોમાં જોવાં મળે છે, તેમ શ્રદ્ધા પોતાનું એક અંગત કામ પૂરું કરીને પોતાની ગાડીમાં બેસવા જઈ રહી હતી તે સમય દરમ્યાન શ્રદ્ધાએ બાળકો સાથે શેક હેન્ડ કર્યું, સેલ્ફી પણ પડાવી, પછી જયારે શ્રદ્ધા રસ્તા ઉપરથી પસાર થઇ ત્યારે એક વૃદ્ધ મહિલાએ શ્રદ્ધાને જોઈને હાથ જોડ્યા બદલામાં શ્રદ્ધાએ પણ તેનો રીપ્લાય આપતાં તેમની સામું સ્માઇલી સાથે હાથ જોડ્યા હતા. આ વિડીયો વાયરલ થયાં બાદ યુઝર્સ શ્રદ્ધાને ખુબ વખાણી અને અન્ય એક્ટ્રેસને શ્રદ્ધા જેવું અનુકરણ કરવા કહ્યું હતું.