loader

Breaking News


Home > National > સિદ્ધારમૈયાએ આપ્યું મોટું નિવેદન, દલિત માટે મુખ્યપ્રધાનનું પદ છોડવા તૈયાર


Foto

સિદ્ધારમૈયાએ આપ્યું મોટું નિવેદન, દલિત માટે મુખ્યપ્રધાનનું પદ છોડવા તૈયાર

May 15, 2018, 1:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્નાટક : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવા આંડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નિવેદન કરતા કહ્યું છે કે, જો હાઈકમાન્ડ કોઇ દલિત નેતાને આ હોદ્દા ઉપર બેસાડવા ઇચ્છુક છે તો તેઓ મુખ્યમંત્રી પદને છોડવા માટે તૈયાર છે. આને કોંગ્રેસ તરફથી જેડીએસને મનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે, જેડીએસને મનાવવાના પ્રયાસો શરૂ થઇ ગયો છે.



જેડીએસ સિદ્ધારમૈયાના નામ ઉપર કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર નથી. ટીવી-૯ કન્નડનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ કોઇ દલિત માટે મુખ્યમંત્રી પદ છોડવા માટે તૈયાર છે. હજુ સુધી કોંગ્રેસની જીતના દાવા કરી રહેલા સિદ્ધારમૈયાના આ નિવેદનને નબળા દેખાવની આશંકા સાથે જોડીને જોવામાં આવે છે. રાજનીતિના જાણકાર લોકોનું કહેવું છે કે, ગઠબંધનની સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પોતે દલિત મુખ્યમંત્રી આપીને સમર્થન હાસલ કરવાના પ્રયાસો કરી શકે છે. આવી સ્થિતિમાં ગઠબંધનનાં માહોલને પહેલાથી જ તૈયાર કરવા માટે સિદ્ધારમૈયા તરફથી આ પ્રકારનાં નિવેદન થઇ રહ્યા છે. મતદાન બાદ શનિવારનાં દિવસે મોટા ભાગનાં એક્ઝિટ પોલના તારણ જારી કરાયા હતા જેમાં કોઇપણ પાર્ટીને બહુમતિ મળી રહી નથી. આવી સ્થિતિમાં દેવગૌડા કિંગમેકર તરીકે ઉભરી રહ્યા છે. દેવગૌડા તરફથી ભાજપની સાથે ગઠબંધન ન કરવાના સંકેત આપી દીધા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સાથે તેમના આવવાની શક્યતા દેખાઈ રહી છે. જેડીએસનું કહેવું છે કે, ગઠબંધનના મુદ્દા ઉપર પહેલા વાત કરવાની જવાબદારી તેની નહટ્ઠ બલ્કે કોંગ્રેસની છે. બંને દળો વચ્ચે ૨૦૦૮માં થયેલી સોદાબાજીનો ખુબ જ ખરાબરીતે અંત આવ્યો હતો.