loader

Breaking News


Home > Sports > સર જાડેજાએ 14 મહિના બાદ વન ડેમાં ધમાકેદાર કમબેક કર્યુ


Foto

સર જાડેજાએ 14 મહિના બાદ વન ડેમાં ધમાકેદાર કમબેક કર્યુ

Sept. 22, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દુબઈ : દુબઈમાં ગઈ કાલે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે વન ડે મેચ રમાઇ હતી, જેમાં ભારતે આસાન જીત મેળવી એશિયા કપમાં પોતાનો દમખમ બતાવી દીધો છે. ગઈ કાલે રમાયેલી મેચમાં સર જાડેજાને ટોપ 11માં સ્થાન આપવામાં આવ્યુ હતુ, જેમાં તેણે બાંગ્લાદેશ સામે 4 વિકેટ જડપી વન ડેમાં પોતાની 14 મહિના બાદ ધમાકેદાર રિએન્ટ્રી કરી હતી.



હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ઈજા થતા જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. જેનો પૂરો ફાયદો ઉઠાવી જાડેજાએ 10 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ મેળવી હતી. જાડેજાનાં પ્રદર્શનને જોતા સિલેક્ટરો માટે વર્લ્ડ કપમાં વધુ એક દાવેદારનો વિકલ્પ સ્પષ્ટ થયો છે. જાડેજાએ બાંગ્લાદેશનાં દરેક બેટ્સમેનને પોતાના સ્પિનથી પરેશાન કર્યા હદતા, જ્યા ખાસ કરીને મધ્યક્રમનાં બેટ્સમેનો જાડેજાની બોલીંગથી વધુ પરેશાન થયા હતા.

રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માનાં દમદાર પ્રદર્શનનાં કારણે ભારતે બાંગ્લાદેશ સામે આસાન જીત મેળવી હતી. જ્યા રોહિત શર્માએ બેટીંગમાં 83 રનોની નોટઆઉટ ઈનિંગ્સ રમી બાંગ્લાદેશનાં બોલરોને ધૂળ ચટાવી દીધી હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ બોલીંગ પોતાનો દમખમ બતાવી બાંગ્લાદેશનાં 4 બેટ્સમેનોને પેવિલિયનનો રસ્તો બતાવી ટીમ ઈન્ડિયાની જીતનો આધાર સ્તંભ ઉભો કરી દીધો હતો. મેચમાં રવિન્જ્ર જાડેજાને શાનદાર પ્રદર્શનને જોતા તેને મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.