loader

Breaking News


Home > National > સીતાને ટેસ્ટ ટ્યુબ બેબી કહેનાર UP નાં ડેપ્યુટી સીએમ પર અદાલતમાં કેસ ફાઈલ કરાયો


Foto

સીતાને ટેસ્ટ ટ્યુબ બેબી કહેનાર UP નાં ડેપ્યુટી સીએમ પર અદાલતમાં કેસ ફાઈલ કરાયો

June 9, 2018, 12:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : સીતાને ટેસ્ટ ટ્યુબ બેબી ગણાવનારા ઉત્તર પ્રદેશનાં ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા વિરુદ્ધ શાહજહાંપૂરની મુખ્ય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલામાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટી પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેને પણ સહઆરોપી બનાવવામાં આવ્યાં છે.

બીએન સિંહ યાદવે મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાર જુનના રોજ દાખલ કરવામાં આવેલ અરજીમાં ઉત્તર પ્રદેશનાં ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા પર આરોપ લગાવ્યો છે કે તેઓએ હિન્દુઓની લાગણીઓ દુભાવતાં માતા સીતાને ટેસ્ટ ટ્યુબ બેબી ગણાવ્યાં હતા.યાદવે વધુમાં જણાવ્યું હતું કે દિનેશ શર્માએ સાર્વજનિક રૂપે આ ટીપ્પણી કર્યા બાદ પણ ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેએ ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી.