loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થશે : પ્રદીપસિંહ જાડેજા


Foto

ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થશે : પ્રદીપસિંહ જાડેજા

Aug. 31, 2018, 3:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બિનનિવાસી ગુજરાત પ્રભાગમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે, કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૪ પહેલા માત્ર પાંચ પાસાપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ ગુજરાતને ૧૪ જેટલા પાસપોર્ટ કેન્દ્ર મળ્યા છે.

ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો-ગુજરાતીઓની તથા વિદેશ જવા માંગતા નાગરિકોપરિવારોની વધુ સુવિધા માટે વિદેશ મંત્રાલયે નવા છ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ- કરવાની ગુજરાત સરકારની માંગ સ્વીકારી છે. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે હવે રાજ્યમાં કુલ ૨૫ પાસપોર્ટ સેવા કેન્દ્રો નાગરિકોની સુવિધા માટે કામ કરતા થયા છે. જે છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થવાના છે તેમાં ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બારડોલી અને અમરેલીનો સમાવેશ થાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.