loader

Breaking News


Home > Gujarat > રાજ્યનાં છ યાત્રાધામોને ૩૨૫ કરોડના ખર્ચે સીસીટીવીથી જોડી દેવાશે


Foto

રાજ્યનાં છ યાત્રાધામોને ૩૨૫ કરોડના ખર્ચે સીસીટીવીથી જોડી દેવાશે

April 14, 2018, 12:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કોઈપણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે. રાજ્યના આર્થિક પાટનગર સૂરતમાં થયેલી ૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ માત્ર ૬૦ કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્ધિતીય શક્તિ પરિચય આપનારી સૂરત પોલિસ ટીમનું મુખ્યમંત્રીએ સૂરત ડાયમંડ એસોસિએશનના ઉપક્રમે ગઈ કાલે સન્માન કર્યું હતું.

વિજય રૂપાણીએ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાને કારણે રોજગારી અને વ્યવસાયીક રોકાણનું પ્રમાણ વધે છે તેમ ગુજરાત પોલીસની સજ્જતાને બિરદાવતા ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, સીસીટીવી કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોની દબોચી લેવામાં સફળતા સાંપડી છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૬ યાત્રાધામોને ૩૨૫ કરોડના ખર્ચે સીસીટીવી નેટવર્કથી સુસજજ કરશે.

તાજેતરમાં સૂરતમાં ૨૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલિસકર્મીઓઅધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલિસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે. ગુજરાત પોલીસની ચાંપતી નજર, સક્રિયતા તથા આધુનિક ટેકનોલોજીના કારણે ગુના બન્યા પછી તે ઝડપથી ઉકેલાઈ જાય છે.