loader

Breaking News


Home > Health > સ્ત્રીની સુંદરતાનો રાજ પૂરતી ઊંઘ


Foto

સ્ત્રીની સુંદરતાનો રાજ પૂરતી ઊંઘ

July 28, 2018, 12:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સારા ભોજનનો સંબંધ સારી ઊંઘ સાથે પણ છે અને સારી ઊંઘનો સંબંધ સુંદરતા સાથે. પૂરતી ઊંઘ તમને સુંદર બનાવશે. ઊંઘ ન આવવી એક બીમારી છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિ સારી રીતે ઊંઘ નથી લઈ શકતો. તે થોડાક અવાજ અને અજવાળાથી પણ જાગી જાય છે. તેના લીધે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.



સારી સેહત માટે વ્યક્તિની ઊંઘ પણ પૂરી થવી જરૂરી છે. ઘણાં લોકો ઊંઘ ન આવવાને લીધે ઊંઘની ગોળીઓ પણ લે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. ઊંઘને લીધે શારીરિક અને માનસિક થકાવટ દૂર થાય છે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછા સાતથી આઠ કલાક ઉંઘવું જરૂરી છે. સારી ઊંઘ આવવાને વ્યક્તિ એકદમ ફ્રેશનેસ અનુભવે છે. સાથે સાથે તેને નવી સ્ફૂર્તિનો અહેસાસ પણ થાય છે. ઊંઘ ન આવવાના મુખ્ય કારણ માનસિક તણાવ, ઊંઘ, ક્રોધ, ચિંતા, વધારે પડતી ઉત્તેજના, કબજિયાત, ધૂમ્રપાન, ચા-કોફીનું વધારે પડતું સેવન, આવશ્યકતા કરતાં વધારે જમવાનું કે વધારે પડતાં મસાલેદાર ભોજનનું સેવન કરવું. અનિંદ્રામાં આહારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નવી શોધોને લીધે તે જાણવા મળ્યું છે કે સંતુલિત આહારનું સેવન કરવામાં આવે તો અનિંદ્રાની સમસ્યાને ઘણી હદે ઓછી કરી શકાય છે.