loader

Breaking News


Home > Sports > બોલ ટેંપરિંગ કેસમાં સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો બૈન, શું તે વર્લ્ડ કપ રમી શકશે? વાંચો પુરી વિગત


Foto

બોલ ટેંપરિંગ કેસમાં સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો બૈન, શું તે વર્લ્ડ કપ રમી શકશે? વાંચો પુરી વિગત

March 28, 2018, 7:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલ ટેંપરિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષ માટે બૈન કરી દીધા છે. આ મામલો કેપ ટાઉન ટેસ્ટનો છે, જ્યા ઓસ્ટ્રેલિયા ટીમનાં કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર 1 વર્ષનો બૈન લાગ્યા બાદ તે વર્લ્ડ કપ 2019 રમી શકશે કે કેમ તે ચર્ચાને વેગ મળી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ પર લાગેલા 1 વર્ષનાં બૈન સાથે તે આઇપીએલમાં પણ નહી રમી શકે.




સીએનાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જેમ્સ સદરલૈન્ડે એક પ્રેસ કોફરન્સમાં ખેલાડીઓ પર લાગેલા બૈનની પુષ્ટિ કરી હતી. તેમણે પ્રસે કોન્ફરન્સમાં જણાવ્યું કે, બોલ ટેંપરિંગ વિવાદમાં દોષિ સાબિત થયેલ સ્મિથ અને વોર્નરને એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, જ્યારે કૈમરુન બેનક્રોફ્ટને 9 મહિના માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આ દરેક ખેલાડીઓ આ સજા પૂર્ણ થયા પહેલા કોઇ પણ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ક્રિકેટમાં રમી શકશે નહિ.

કોપટાઉનમાં બોલ ટેંપરિંગ વિવાદમાં દોષિ સાબિત થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટિવ સ્મીથ અને ડેવિડ વોર્નર પર 1 વર્ષનો બૈન લાગી ગયો હોવાની ચર્ચા સાથે તેમના 2019નાં વર્લ્ડ કપમાં તે રમી શકશે કે નહિ તે મોટો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ બંન્ને ખેલાડીઓને વર્લ્ડ કપ રમવામાં કોઇ ખતરો નથી. 2019નો વર્લ્ડ કપ 30 જૂનથી શરૂ થવાનો છે અને ત્યા સુધીમાં આ ખેલાડીઓ પોતાના પર લાગેલો પ્રતિબંધ પૂરો કરી ચુક્યા હશે.