loader

Breaking News


Home > Sports > ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને પડદા પાછળ સ્મિથ અને વોર્નર કરશે મદદ


Foto

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને પડદા પાછળ સ્મિથ અને વોર્નર કરશે મદદ

Nov. 29, 2018, 12:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, એડિલેડ : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટી૨૦ સિરીઝ બરાબરી પર પૂર્ણ થયા બાદ હવે થોડા દિવસમાં ટેસ્ટ સિરીઝ શરૂ થશે. ટેસ્ટ સિરીઝની શરૂઆત ૬ ડિસેમ્બરે એડિલેડમાં રમાનાર મેચથી થશે. હવે આ વખતે ઓસ્ટ્રેલિયા ટીમનાં બે દિગ્ગજ ખેલાડી બોલ ટેમ્પરિંગનાં કારણે ભારત વિરૂદ્ધ રમી રહ્યા નથી. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો. અને આ જ કારણે તે આ સિરીઝનો ભાગ નથી, પરંતુ સ્મિથ અને વોર્નર ટી-૨૦ સિરીઝ બરાબરી પર રહેતા હવે ઓસ્ટ્રેલિયા ટીમની મદદ કરશે.



આ બંન્ને ખેલાડીઓને ભલે ઓસ્ટ્રેલિયા તરફથી રમવા પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હોય પરંતુ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર ત્યારે પણ પોતાના બોલરોની મદદ કરીને ભારત વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચોની શ્રૃંખલામાં પોતાની ભૂમિકા ભજવશે. પૂર્વ કેપ્ટન સ્મિથ અને વોર્નર ઝડપી બોલર મિશેલ સ્ટાર્કસ, જોશ હેજલવુડ અને પૈટ કમિન્સની તૈયારી માટે ઓસ્ટ્રેલિયાઇ નેટ અભ્યાસમાં ભાગ લેવા માટે સહેમત થઇ ગયા છે. સ્મિથ અને વોર્નરની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પરત ફરવાની આશાઓ પર ત્યારે પાણી ફેરવાય ગયું જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના પર લગાવવામાં આવેલ પ્રતિબંધોને યથાવત રાખવાનો નિર્ણય કર્યો.