loader

Breaking News


Home > Sports > બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક ટેસ્ટનો પ્રતિબંધ મુકાયો, ૧૦૦ ટકા મેચ ફી કપાઈ


Foto

બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક ટેસ્ટનો પ્રતિબંધ મુકાયો, ૧૦૦ ટકા મેચ ફી કપાઈ

March 26, 2018, 1:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેપટાઉન : ક્રિકેટ બોલ સાથે ચેડાના મામલામાં ફસાયેલા સ્મિથ અને ડેવિડ વોર્નર તથા ઓસ્ટ્રેલિયાના અન્ય ખેલાડીઓની વ્યાપક ટીકા ચારેબાજુ થઇ રહી છે ત્યારે આ મામલામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ ગંભીર નોંધ લીધી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથ અને કેનરુન બેનક્રોફ્ટને દોષિત ગણ્યા છે. આઈસીસીએ સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે. સાથે સાથે ૧૦૦ ટકા મેચ ફીનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે કેમરુન બેનક્રોફ્ટ ઉપર ૭૫ ટકાનો દંડ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી બેનક્રોફ્ટને શનિવારના દિવસે કેપટાઉન ટેસ્ટમાં કોઇ પીળા રંગની ચીજ સાથે બોલ સાથે ચેડા કરતા કેમેરામાં જાવામાં આવ્યો હતો. આ ઘટનાની નોંધ લેવાયા બાદ સ્મિથ દ્વારા મિડિયા સમક્ષ આવીને કબૂલાત કરી હતી કે, બોલ સાથે ચેડા ભુલથી થયા નથી પરંતુ ગેમ પ્લાનના હિસ્સા તરીકે આ ચેડા કરાયા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આક્રમક વલણ અપનાવીને બંને સામે કાર્યવાહી કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ગંભીર નોંધ લઇને બંને સામે પગલા લીધા છે પરંતુ વોર્નર સામે કોઇ પગલા લીધા નથી.