loader

Breaking News


Home > Sports > સ્મિથે બોલ ટેમ્પરિંગને મોટી ભૂલ ગણાવી, માંગી માફી


Foto

સ્મિથે બોલ ટેમ્પરિંગને મોટી ભૂલ ગણાવી, માંગી માફી

March 31, 2018, 10:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ઓસ્ટ્રેલિયા : બોલ ટેમ્પરિંગ વિવાદમાં પોતાની કેપ્ટનસી ગુમાવતા અને એક વર્ષનો બેન સહન કરવાના આદેશ બાદ આૅસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે પહેલી વાર મીડિયા સાથે વાત કરી છે. મીડિયા સાથે વાત કરતા સ્મિથની આંખોમાં આંસુ આવી ગયા હતા. સિડનીમાં પત્રકારો સાથે વાત કરતા સ્મિથે આ પુરા વિવાદ વિશે માફી માંગી હતી.

તેણે જણાવ્યું હતું કે આૅસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન થવાના કારણે આ સમગ્ર વિવાદની જવાબદારી લેવા તૈયાર છું. બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય કેમરન બેનક્રાફ્ટ પર ૯ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે સ્મિથ પ્રતિબંધના કારણે IPL૨૦૧૮માં રમશે નહિ. ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી શકે છે પરંતુ તેણે કેપ્ટનસી પદ પરથી રાજીનામું આપી દીધું છે.