loader

Breaking News


Home > National > સ્મૃતિ ઈરાનીનું કદ ઘટ્યું, નીતિ આયોગમાંથી પણ પાણીચું પકડાવ્યું


Foto

સ્મૃતિ ઈરાનીનું કદ ઘટ્યું, નીતિ આયોગમાંથી પણ પાણીચું પકડાવ્યું

June 11, 2018, 12:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:મોદી સરકારમાં મંત્રી તરીકે કાર્યરત સ્મૃતિ ઈરાનીની હાલમાં કફોડી થઇ ગઈ છે તેવી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. સ્મૃતિ ઈરાનીની કેન્દ્ર સરકારમાં માહિતી પ્રસારણનું ખાતું આંચકી લીધા બાદ હવે તેમની નીતિ આયોગમાંથી પણ હકાલપટ્ટી કરવામાં આવી છે.કેન્દ્રીય સેક્રેટેરિયેટ દ્વારા જારી કરાયેલાં એક નોટિફિકેશનમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકરનો સમાવેશ કર્યો હતો અને રાજ્યકક્ષાના આયોજનપ્રધાન રાવ ઇન્દ્રજીતને એક્સ ઓફિશીયો સભ્ય તરીકે સમાવેશ કરાયો છે જયારે સ્મૃતિ ઇરાનીની બાદબાકી કરાઈ છે.

આ સમગ્ર ફેરફાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી બાદ જ કરવામાં આવ્યો છે, મોદીનાં વડપણ હેઠળ તા.17મી જૂને નીતિ આયોગની મિટિંગ મળી રહી છે તે પહેલા જ આ કટ ટુ સાઈઝ નિર્ણય ફેરફાર કરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ફફડાટ મચી ગયો છે.

સ્મુતિ પાસેથી અગાઉ પણ એચઆરડી ખાતું પણ આંચકી લેવામાં આવ્યું હતું, ત્યારપછી હાલમાં પણ માહિતી-પ્રસારણ પ્રધાન તરીકે પણ તેમને પાણીચું પકડાવી દીધું છે, આ માટે તેમણે સર્જેલાં કેટલાક વિવાદો પણ જવાબદાર છે. આ બધી પરિસ્થિતિ જોતાં અત્યારે સ્મૃતિ ઈરાનીના ગ્રહોની માઠી દશા બેઠી હોય અને તેમનો પાવર ડીમ પડ્યો હોય તેમ લાગી રહ્યું છે.