loader

Breaking News


Home > National > અત્યાર સુધીમાં ૨૬ અવિશ્વાસ દરખાસ્તો લોકસભામાં રજૂ કરવામાં આવી છે


Foto

અત્યાર સુધીમાં ૨૬ અવિશ્વાસ દરખાસ્તો લોકસભામાં રજૂ કરવામાં આવી છે

July 20, 2018, 4:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ૨૦૦૩ બાદ પ્રથમ વખત મોદી સરકારની સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવને લઇને રોચક ઇતિહાસ રહેલો છે. હજુ સુધી જુદા જુદા મોકા ઉપર કુલ ૨૬ અવિશ્વાસ દરખાસ્ત લોકસભામાં લાવવામાં આવી ચુકી છે. આવતીકાલે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લવાશે ત્યારે અવિશ્વાસ દરખાસ્તની સંખ્યા વધીને ૨૭ થઇ જશે.

સમાજવાદી નેતા આચાર્ય કૃપલાનીએ ૧૯૬૩માં જવાહરલાલ નહેરુની સરકાર સામે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસ પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ અવિશ્વાસની દરખાસ્ત ૩૪૭ મતે પડી ગઈ હતી પરંતુ આની સાથે જ દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવના ઇતિહાસની શરૂઆત થઇ હતી. સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો રેકોર્ડ ઇન્દિરા ગાંધીના નામ ઉપર છે. તેમના ગાળા દરમિયાન ૧૫ વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ૧૯૬૬થી ૧૯૭૫ વચ્ચે ૧૨ વખત અને ૧૯૮૧ અને ૮૨માં ત્રણ વખત તેમની સામે દરખાસ્ત લાવવામાં આવી હતી. હજુ સુધી ત્રણ વખત ૧૯૯૦માં વીપીસિંહ સરકાર, ૧૯૯૭માં દેવગૌડા સરકાર સામે અને ૧૯૯૯માં વાજપેયી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત પાસ થઇ હતી અને સરકાર ગબડી ગઈ હતી.