loader

Breaking News


Home > Bollywood > ‘સૂબેદાર જોગિંદર સિંહ’નું ટ્રેલર થયુ રિલીઝ, ભરપૂર જોશ સાથે દેખાયો અંદાજ


Foto

‘સૂબેદાર જોગિંદર સિંહ’નું ટ્રેલર થયુ રિલીઝ, ભરપૂર જોશ સાથે દેખાયો અંદાજ

March 9, 2018, 7:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પરમવીર ચક્ર વિજેતા ‘સૂબેદાર જોગિંદર સિંહ’નાં જીવન પર આધારિત ફિલ્મ ‘સૂબેદાર જોગિંદર સિંહ’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મ દેશભરનાં સિનેમાઘરોમાં 6 એપ્રિલનાં રોજ રિલીઝ થશે. દેશભક્તિનો સાચો પરિચય આપતી આ ફિલ્મમાં સૂબેદાર જોગિંદર સિંહને ચીની સૈનિકો સાથે લડતા બતાવવામાં આવ્યા છે. તેમનો આ અંદાજ ભરપૂર જોશ સાથે આ ફિલ્મનાં ટ્રેલર દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મનાં ડાયરેક્ટર સિમરજીત સિંહ છે.




ભારત અને ચીનનાં 1962નાં યુદ્ધમાં આપણા ઘણા સૈનિકો શહિદ થઇ ગયા હતા. ચીની સૈનિકોને જડબાતૌડ જવાબ આપતા સૂબેદાર જોગિંદર સિંહની બાયોપિક ફિલ્મને સારા સિનેમેટિક્સની મદદથી તે સમયનાં હાલાતને બતાવવામાં આવેલ છે. સૂબેદાર જોગિંદર સિંહનો અભિનય કરી રહેલા ગિપ્પી ગ્રેવાલે આ ફિલ્મમાં પોતાના અભિનય દ્વારા બોલિવુડને આકર્ષિત કર્યા છે. આ પહેલી એવી ફિલ્મ છે જેમાં કોઇ પરમવીર ચક્ર વિજેતા ઉપર બાયોપિક બની છે. આ ફિલ્મ વીર સૈનિકોનાં જીવન અને ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મને પંજાબી સિવાય ત્રણ ભાષાઓ હિંન્દી, તમિલ, તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનાં ડાયરેક્ટર સિમરજીત સિંહ કહે છે કે, ફિલ્મમાં ‘સૂબેદાર જોગિંદર સિંહ’નું અસાધારણ સાહસ અને બલિદાનની ઝલક તમને જોવા મળશે.