loader

Breaking News


Home > Bollywood > સોહા અને કુનાલ ખેમુના ઘરે આવી એક નાની પરી, પટૌડી પરિવારમાં ફરી ખુશીનો માહોલ


Foto

સોહા અને કુનાલ ખેમુના ઘરે આવી એક નાની પરી, પટૌડી પરિવારમાં ફરી ખુશીનો માહોલ

Sept. 29, 2017, 5:08 p.m.
      Whatsapp   

પટૌડી પરિવારમાં એકવાર ફરી ખુશીનો માહોલ છે. ગયા વર્ષે જ્યા સૈફ અલી ખાનની પત્નિ કરીના પહેલી વખત માં બની તો હવે સૈફની બહેન સોહા અલી ખાન માં બની ગઇ છે. સોહા અલી ખાન અને કુનાલ ખેમુ માતા-પિતા બની ગયા છે. સોહાએ મુંબઇના બ્રિચ કૈંડી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો છે.

સોહાના પતિ કુનાલ ખેમુ મહાનવી પર જન્મેલ બાળકીને લઇને ઘણો ખુશ છે. તેણે આ ખુશી સોશ્યિલ મીડિયામાં તેના ફેન્સ સામે પણ દર્શાવી હતી. કુનાલે ટ્વીટ કરીને લખ્યુ કે ‘અમને તે જણાવીને ઘણો આનંદ થઇ રહ્યો છે કે આજના શુભ દિવસે અમારા ઘરે એક બાળકીનો જન્મ થયો છે. સોહા અને બાળકીનું સ્વાસ્થ સારુ છે. અમે તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભારી છીએ’.

માહિતી મુજબ સોહાની સાથે હોસ્પિટલમાં કુનાલ અને તેની માતા શર્મિલા ટાગોર છે. પોતાના ભાભી કરીના કપૂરની જેમ સોહાની પણ પ્રેગ્નેંસી સ્ટાઇલ ચર્ચામાં રહી હતી. તે સોશ્યલ મીડિયામાં ઘણી વખત પોતાનો ફોટો બેબી બંપની સાથે શેયર કરતી રહી હતી. સાથે જ તે પ્રેગ્નેંસી સમયે ફિટ રહેવા માટે યોગ કરતી હતી.

હાર્દિક શાહ