loader

Breaking News


Home > National > સોલા લઠ્ઠાકાંડ : દારૂ પીનારા પર પોલીસ કેસ પરંતુ વેચનારા આબાદ છટકી ગયા


Foto

સોલા લઠ્ઠાકાંડ : દારૂ પીનારા પર પોલીસ કેસ પરંતુ વેચનારા આબાદ છટકી ગયા

July 6, 2018, 5:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની પાછળ લઠ્ઠાકાંડની આશંકાના પગલે સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવી હતી. શહેરભરમાં કરાયેલી રેડ દરમિયાન પોલીસે ૧૧૪ કેસ કર્યા હતા, જોકે દારૂ માત્ર ૪.૩૧ લાખનો પકડાયો છે, જેમાં મોટા ભાગનો દેશી દારૂ છે. બીજીબાજુ, કથિત લઠ્ઠાકાંડમાં ચાર જણાં પૈકીના બે યુવકોની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું છે.

બીજીબાજુ, પોલીસે એફએસએલ તરફથી મળેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, દારૂના પરીક્ષણ થયેલા નમૂનામાં મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ સામે આવ્યું હતું. જેમાં એક યુવકના નમૂનામાં ૦.૦૦૪ અને બીજાના કિસ્સામાં ૦.૦૦૬ જેટલું મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ જણાયું હતું. જા કે, તે મંજૂરીપાત્ર પ્રમાણ કરતાં ઓછુ હોવાથી હવે પોલીસે એફએસએલ પાસે આ સમગ્ર મામલે એકદમ ડિટેઇલ્ડ પરીક્ષણનો અહેવાલ માંગ્યો છે. કથિત લઠ્ઠાકાંડમાં સોલા પોલીસે હાલમાં અસારવા સિવિલમાં દાખલ ચાર યુવકો સામે દારૂ પીધા અંગેનો ગુનો દાખલ કર્યો છે. જે બુટલેગર પાસેથી દારૂ લઇ યુવકોએ પીધો હતો તેની સામે સોલા પોલીસે એક પણ કેસ કર્યો નથી.