loader

Breaking News


Home > Gujarat > સત્યાગ્રહ છાવણી ખાતે પુરષોતમ સોલંકીને કેબિનેટમાં સમાવવા શકિત પ્રદર્શનમાં ઘોડાપુરની શકયતા


Foto

સત્યાગ્રહ છાવણી ખાતે પુરષોતમ સોલંકીને કેબિનેટમાં સમાવવા શકિત પ્રદર્શનમાં ઘોડાપુરની શકયતા

Feb. 12, 2018, 3:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં જાતિવાદનું સમીકરણ ભારે હાવી થઈ ગયું છે ત્યારે કોળી સમાજ(ઠાકોર) દ્વારા ચૂંટાયેલા એમ.એલ. એ.પ્રતિનિધીઓને પાંચ જેટલા એમ.એલ.એ.ને કેબિનેટમાં મંત્રીપદ આપવા અપાયેલ અલ્ટીમેટમ સરકારને આપ્યું હતું ત્યારે અલ્ટીમેટમનો દોઢ મહિનાનો સમય માંગ્યો હતો. જે પૂર્ણ થતા કોળી સમાજ દ્વારા ગામે ગામ તા.૧૯-ર-ર૦૧૮ (સોમવાર) ના રોજ સત્યાગ્રહ છવાવણી,સે.૬ ગાંધીનગર ખાતે શકિત પ્રદર્શન કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કોળી સમાજના આગેવાનો દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, ૬ર લાખથી વધુ કોળી સમાજના મતદારો છે. તેથી ૪૦ થી વધારે એમ.એલ.એ. હોવા જોઈએ પરંતુ રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને મેન્ડેટ આપેલા નથી તેથી હાલ કોળી સમાજના ૯ પ્રતિનિધીઓ છે જેથી એક પણ એમ.એલ.એ.ને કેબિનેટમાં સમાવવામાં આવેલ નથી તેમજ બીજી બાજુ એક જ જ્ઞાતિના પ કેબિનેટ મંત્રી અને કેબિનેટ કક્ષાના દસ રાજયમંત્રી નિમાયેલા છે જે સ્પષ્ટ જાતિવાદ છે આ જાતિવાદ નાબૂદ કરીને જે જ્ઞાતિઓના મતદારોની વસ્તી હોય તેના પ્રમાણે તે જ્ઞાતિના ધારાસભ્યો રાજયના મંત્રીમંડળ અને જાહેર સેવાના બાર્ડ-નિગમો અને સરકારી પદો ઉપર નિમવામાં આવે અને સમરસ સરકારની રચના કરવામાં આવે તેવી દરખાસ્તને કોળી સમાજે ટેકો આપ્યો છે.

કોળી સમાજ દ્વારા પાંચ વર્ષના નાણા બજેટને આધારે આગામી પાંચ વર્ષમાં અંદાજે ૧૧,૦૦,૦૦૦ કરોડનું નાણા બજેટ હશે અને ગત ચૂંટણી ગત ચૂંટણી માટે ૪,૩૩,૦૦,૦૦૦ મતદાતાઓ હતા, પ્રજાના કરવેરામાંથી સરકારની નાણાંકીય વ્યવસ્થાઓ થાય છે. અને પાંચ વર્ષના બજેટની અંદાજીત રકમનો ભાગાકાર કરવાથી એક મતની કિંમત આશરે ર,૬પ,૦૦૦ જેટલી થાય છે. તે મુજબ છે. તે મુજબ ર,પ૦,૦૦૦ થી વધુ થાય છે. ગુજરાતમાં કોળી જ્ઞાતિના મતદારોની સંખ્યા ૬ર,૦૦,૦૦૦ થી વધુ છે તો કોળી જ્ઞાતિના મતોનું નાણાંકીય મૂલ્ય રૂ.૧પ,પ૦,૦૦,૦૦,૦૦,૦૦૦ થાય છે. જેથી સરકારે અને શાસકપક્ષના મોવડી મંડળે ખૂબ ગંભીરતાથી કોળી જ્ઞાતિ પરિવારના અધિકારો માટે તત્કાલ વિચારણા કરવી.

એક ધારાસભા મતવિસ્તારમાં સરેરાશ ર,પ૦,૦૦૦ મતદારો હોય છે. અને હાલ ગઢવી, સોની, લોહાણા, મોચી, વાણંદ, દરજી,લુહાર, પ્રજાપતિ, ખારવા જેવી અનેક જ્ઞાતિઓના મતદારોની સંખ્યા ર,પ૦,૦૦૦ થી વધુ છે. તો આવા સમાજને યોગ્ય પ્રતિનિધિ મંત્રી મંડળમાં હોવું જરૂરી છે. એક જાતિના સભ્યોને સીધા કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરીને બીજી અનેક જ્ઞાતિઓના ધારાસભ્યોને એક પણ નાણાંકીય સત્તાવાળા મહત્વના ખાતાઓ પર નિમણૂંક આપવામાં આવેલ નથી. આથી અમો ગુજરાતના સમસ્ત કોળી સમાજ પરિવારના ૬ર,૦૦,૦૦૦ થી મતદારો આ જાહેર આવેદન પત્ર આપીને જાહેર દરખાસ્ત કરીએ છીએ કે, રાજયમાં કોળી જ્ઞાતિ પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે નહીં તો શાસક પક્ષ અને સંગઠનોમાંથી કોળી સમાજના પ્રતિનિધિઓ એકસામટા રાજીનામા આપશે તેવું જલ્પાબેન કોળી (રાજકોટ) દ્વારા એક જાહેર પ્રેસનોટમાં જણાવ્યું હતું.