loader

Breaking News


Home > Gujarat > જુના પોલમાં ફીટીંગનું સોલ્યુશન, ભ્રષ્ટાચારનું મોટું પોલ્યુશનઃ બિહોલા


Foto

જુના પોલમાં ફીટીંગનું સોલ્યુશન, ભ્રષ્ટાચારનું મોટું પોલ્યુશનઃ બિહોલા

May 22, 2018, 1:50 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં તમામ ઠરાવો, ઓર્ડરો, હુકમો, આદેશો નિયમો અહીંયાથી જ બહાર પડતા હોય છે. ત્યારે ગુજરાતમાં ક્યાંય પણ ભ્રષ્ટાચરની ગંધ કે ફરીયાદ આવે તો અહીંયાથી જ આદેશો થતા હોય છે. ત્યારે ગાં.મનપામાં અગાઉનાં થયેલા કરોડોનાં ભ્રષ્ટાચાર બાદ નવા અધ્યાય સાથે ૪.૯૨ કરોડનો ભ્રષ્ટચાર થયો હોવાનું વિરોધપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ ફોડ પાડીને જુના પોલમાં ફીટીંગ કરીને પ્રજાને ઉલ્લું બનાવી સોલ્યુશન કંપનીઓ લાવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચારનું મોટું પોલ્યુશન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.



ક્લીન અને ગ્રીન સીટી એવા પાટનગરને સોલાર સીટી બનાવવા માટે સોલાર લાઈટો ખરીદવા અને તેમાં મેન્ટેન્સ માટે ૪.૯૨ ખર્ચ થયો હતો. સમગ્ર મનપા વિસ્તારમાં રૂ. ૪.૬૧ કરોડના ખર્ચે ૩.૧૮ સોલર લાઈટો ફીટ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ રૂ. ૩૦.૬૬ લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સોલાર માટે ૪.૯૨ કરોડનો ભારે ખર્ચ કર્યા પછી મોટા ભાગની ૮૦ ટકા લાઈટો બંધ હાલતમાં છે. લાઈટો રીપેર કરવાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરવા ટ્રેઈનરોની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. પાટનગરમાં જ્યાં સોલાર લાઈટો નાંખવામાં આવી છે. ત્યારે તમામ જગ્યો બેટરીઓ ચોરાઈ ગઈ છે ત્યારે તમામ સોલર લાઈટોની બેટરીઓ ચોરી થયા બાદ પણ કોઈ શાસકપક્ષ કે મનપા દ્વારા એફઆઈઆર કે ફરીયાદ પણ કરવામાં આવી નથી ત્યારે શાસક પક્ષની જવાબદારી હતી અને છે ગાં.મનપા દ્વારા રૂ. ૪.૬૧ કરોડની સોલાર લાઈટ માટે લાટ માટે અને ૨.૩૦૬૬ લાખ તેના મેન્ટેન્સ માટે ખર્ચ્યા છે. હાલમાં ગાંધીનગર મનપાએ જુના સોલાર લાઈટના પોલ પર નવા ફીટીંગ માટે વર્ક ઓર્ડર આપ્યો છે. જેની નંગ દીઠ કિંમત રૂ. ૧૨૮૫૦ નક્કી કરવામાં આવી છે. જે અગાઉ નાંખવામાં આવેલ સોલાર લાઈટના એક નંગરના કરતાં પણ વધારે છે.