loader

Breaking News


Home > Gujarat > પ્રજાનાં પ્રશ્નોનું સોલ્યુશન, એ જ ભાજપનું ડીમોલ્યુશનઃ શૈલેશ રબારી


Foto

પ્રજાનાં પ્રશ્નોનું સોલ્યુશન, એ જ ભાજપનું ડીમોલ્યુશનઃ શૈલેશ રબારી

May 9, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં એક હથ્થું શાસન 22 વર્ષથી ભાજપ ભોગવી રહ્યું છે, ત્યારે આજે ભાજપમાં જ તેમના કાર્યક્રરો નિષ્ક્રીય થઇ રહ્યા છે અને 22 વર્ષનાં શાસનકાળમાં કોઇ કાર્યકરોનાં કામ થતા ન હોવાથી અને પ્રજાનાં પ્રશ્નો પણ અધ્ધધરતાલ રહેવાથી ભાજપનો કાર્યકર પણ નિષ્ક્રીય થઇ ગયો છે. કહેવત છે કે, કાર્યકર કામથી રઢીયામણો, પણ અહીયાં હવે કાર્યકરનો ગ્રાફ ડાઉન થઇ ગયો હોય તેમ ભાજપમાં કાર્યકરો પક્ષનાં મેળાવડા કાર્યક્રમોમાં પાંખી હાજરી જોવાઇ રહી છે તે કામ થતા ન હોવાની અને પક્ષમાં નારાજગી હોવાનું પ્રતિત થાય છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ બિલ્લી અને સસલા પગે ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો પગપેસારો કરીને કોંગ્રેસ મજબૂત થઇ રહી છે.



પ્રજાનાં કામો થતા નથી, ત્યારે પ્રજા જાય ક્યાં? ત્યારે કોંગ્રેસનાં પ્રદેશ કક્ષાનાં યુવાનો પ્રજાનું કામ થાય તે માટે લોહી, પરસેવો રેડી રહ્યા છે. ત્યારે હમણા જ એક અરજદાર 3 વર્ષથી મકાનની રજૂઆત કરવા બે મુખ્યમંત્રી બદલાયા ત્યાં સુધી કરી પણ કોઇ જ પરીણામ ન આવેલ, ત્યારે કોંગ્રેસનાં નવયુવાનો હવે પ્રજાનાં કામો થાય તેના માટે લોહી, પરસેવો અને સમય પણ આપી રહ્યા છે. ત્યારે મંગળવારનાં રોજ પ્રદેશ ઓબીસીનાં મંત્રી શૈલેશ રબારી પોતે એક અરજદાર દિવ્યાંગ હોવાથી ચાલી શકે તેમ ન હોવાથી તેનો હાથ પકડીને વિપક્ષનાં નેતાની ઓફીસમાં લઇને આ અરજદારની વ્યથા અને ફરીયાદનું નિવારણ લાવવા પરેશ ધાનાણીને રજૂઆત કરી હતી. ત્યારે પરેશ ધાનાણી પોતે નીચે બેસી ગયા હતા અને અરજદારની રજૂઆતને સાંભળીને તેમના પ્રશ્નને પ્રાધાન્ય આપવા અને તેનું કામ થાય તે માટે ભલામણ કરવા પણ પીએને સૂચના આપી હતી.

પ્રાપ્ત માહિતીનુસાર પ્રદેશનાં મંત્રી શૈલેશ રબારી એક અરજદારને 3 વર્ષથી મકાન વિજાપુરમાં ન મળતું હોવાથી તેમના ધ્યાને આવતા પોતે સ્વયંભૂ આ અરજદારને હાથ પકડીને તેનો સહારો બનીને વિપક્ષનાં નેતાની ઓફિસે પહોચ્યા હતા અને વિપક્ષનાં નેતાને મળીને રજૂઆત કરી હતી. ત્યારે તેમના વક્તવ્યમાં શૈલેશ રબારીએ જણાવ્યું હતું કે, પ્રજાનાં પ્રશ્નોનું સોલ્યુશન એ જ ભાજપનું ડીમોલ્યુશન થશે, કર્નાટકમાં એક નેતાએ કરેલ બફાટમાં તેમણે જણાવ્યું હતુ કે, ભાજપ દ્વારા કર્નાટકમાં એક નેતાએ લોકો મત આપવા ન આવે તો બાંધીને પકડીને લાવો, ત્યારે અમે કોંગ્રેસનાં કાર્યકરો પ્રજાનાં પ્રશ્નોનું સોલ્યુશન એ જ અમારી છલકાવવાની મત પેટી છે. પ્રજાનાં કામો થશે એટલે શાશકનું ડીમોલ્યુશન પ્રજા જ કરશે, તેમા બે મત નથી.