loader

Breaking News


Home > Gujarat > શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવ મંદિરમાં 2000 LED લગાવાશે


Foto

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવ મંદિરમાં 2000 LED લગાવાશે

Aug. 10, 2018, 4:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દ્વાદશ જ્યોર્તિલિંગમાં પહેલું સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆતથી જ ૨૦૦૦ થી વધુ એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. જેની તૈયારીના ભાગરૂપે હાલ મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

આ વખતે શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવ મંદિરને જબદસ્ત આકર્ષણોથી શણગારવામાં આવશે, જે દેશ અને દુનિયાના લોકોનું ધ્યાન ખેંચે તે પ્રકારે આકર્ષણ જમાવશે. સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં હાલ લગાવાયેલી આકર્ષક એલઇડી લાઇટો હાલ ૪૫ મિનિટ સુધી રાત્રે ચાલુ રાખી પ્રાયોગિક ધોરણે તેનું નિદર્શન થઇ રહ્યું છે અને તેના આકર્ષણ પર હાલ તંત્ર દ્વારા નજર રખાઇ રહી છે. સમગ્ર પ્રોજેકટ પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિરમાં બે હજારથી વધુ એલઇડી લાઇટોથી સોમનાથ મહાદેવ મંદિર ઝળહળશે અને મંદિરનું અનોખુ આકર્ષણ જોઇ ખુદ સોમનાથ દાદાના લાખો શ્રધ્ધાળુ ભકતો પણ દંગ રહી જશે.