loader

Breaking News


Home > Gujarat > સોમનાથમાં RSSની રાષ્ટ્રીય કાર્યકારિણી યોજાશે, રામ મંદિર મુદ્દે મહત્વનો નિર્ણય લેવાશેઃ સુત્રો


Foto

સોમનાથમાં RSSની રાષ્ટ્રીય કાર્યકારિણી યોજાશે, રામ મંદિર મુદ્દે મહત્વનો નિર્ણય લેવાશેઃ સુત્રો

July 12, 2018, 8:15 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ઇજીજીની સૌપ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન આગામી ૧૫ થી ૧૭ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરનાં ઇજીજીનાં પ્રચારકો, પ્રાંત પ્રચારકો અને અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહેશે.



આ સિવાય સંઘનાં શિર્ષ વડાઓ પણ ઉપસ્થિત રહેશે અને સામૂહિત ચિંતન બેઠક પણ યોજશે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે જ સંઘની વાર્ષિક કાર્યકારિણી યોજાવા જઈ રહી છે. જેથી દેશનાં રાજકારણ પર આની અસર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. રામમંદિર સહિતનાં મહત્વનાં મુદ્દે આ બેઠકમાં મહત્વનાં નિર્ણયો પણ લેવાય તવી શકયતા છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સોમનાથનાં સાગર દર્શન અતિથિ ગૃહ ખાતે કાર્યકારિણી યોજાશે. ત્રણ દિવસમાં સંઘનાં રાષ્ટ્રીય કારોબારીનાં તમામ સભ્યો, સંઘનાં વડા અને દેશનાં જુદા જુદા પ્રાંતમાંથી આવેલા પ્રચારકો અને સહ પ્રચારકો આ ચિંતન બેઠકની વિવિધ સભાઓમાં હાજર રહેશે.