loader

Breaking News


Home > Sports > પિતા ઘેર ઘેર LPG સિલિન્ડરની ડીલીવરી કરતાં, પુત્ર IPL માં ૮૦ લાખમાં વેચાયો


Foto

પિતા ઘેર ઘેર LPG સિલિન્ડરની ડીલીવરી કરતાં, પુત્ર IPL માં ૮૦ લાખમાં વેચાયો

Jan. 31, 2018, 2:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : આ વખતે IPL ની હરાજીમાં ઘણાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે તેમાં એક નવો ચહેરો અને નવું નામ છે રીંકુ સિંહ. અલીગઢના આ ખેલાડીને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ૮૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે રીન્કુએ સ્વપ્નમાં પણ નહી વિચાર્યું હોય કે મેચ રમવાના તેને આટલા બધાં પૈસા મળશે. રીંકુ ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. પુરા પરિવારની માસિક આવક ફક્ત ૧૨ હજાર રૂપિયા જ છે. તેનાં પિતા ઘરે ઘરે જઈને એલપીજી સિલિન્ડરની ડીલવરી કરે છે જયારે ભાઈ ઓટો ચલાવે છે.

એક મીડિયા જૂથને આપેલા ઈન્ટરવ્યુંમાં રીન્કુએ જણાવ્યું હતું કે ૨૦ લાખમાં વેચાઈશ તેવી આશા રાખી હતી પણ મને તો ૮૦ લાખ રૂપિયા મળી ગયા. જેણે બાળપણમાં ગરીબી જોઈ હોય તેના માટે આ રકમ ઘણી મોટી છે. રીંકુનું બાળપણ ગરીબીમાં જ વીત્યું છે. તેનાં પરિવારમાં ૭ સભ્ય છે અને માસિક આવક ફક્ત ૧૨ હજાર રૂપિયા છે ત્યારે IPL રીંકુ અને પરિવાર માટે ખાસ પુરવાર થઇ છે.