loader

Breaking News


Home > Bollywood > ખુબસુરત,સોનાલી બેન્દ્રે ન્યુયોર્કમાં લઇ રહી છે કેન્સરની સારવાર, ટ્વિટર પર લખી ઈમોશનલ Tweet


Foto

ખુબસુરત,સોનાલી બેન્દ્રે ન્યુયોર્કમાં લઇ રહી છે કેન્સરની સારવાર, ટ્વિટર પર લખી ઈમોશનલ Tweet

July 5, 2018, 1:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ન્યુયોર્કમાં કેન્સરની સારવાર લઇ રહી છે આ વાત ગઈ કાલે તેણે પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.સોનાલી બેન્દ્રેએ જણાવ્યું હતું કે તેને હાઈ બ્રિડ કેન્સર છે અને ન્યુયોર્કમાં તેની સારવાર લઇ રહી છે ગઈકાલે ટ્વિટર પર ખુબ જ લાગણીશીલ ઓપન લેટર લખીને આ રોગ સંબંધી જાણકારી આપી હતી.

સોનાલીએ ટ્વિટર પર લખ્યું કે આ બીમારી વિષે તો મને ખબર જ ના પડી આ રોગ મેટાસ્ટિસ્ડ છે જે છુપી રીતે આપણને ભોગ બનાવે છે. આ બીમારી માટે મને ખુબ જ પરીક્ષણ કરાવવાં પડ્યાં હતાં.ડોક્ટરોની સલાહને કારણે કેન્સરની સારવાર ન્યુયોર્કમાં ચાલી રહી છે મારી આ દુઃખદ પળમાં મને મારા પરિવાર અને મારા અંગત મિત્રોનો સાથ મળી રહ્યો છે જેનાં માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છુ.સોનાલીનું કેન્સર મેટાસ્ટિસ્ડ હૉવાનું કહેવાય છે એટલે કે આ કેન્સર એક અવયવમાંથી બહાર આવીને શરીરનાં બીજા ભાગોમાં પ્રસરી જાય છે.આ રોગની કોઈ ઈલાજ નથી સિવાય કે તેની ઝડપી સારવાર સોનાલીએ જણાવ્યું હતું કે આ રોગ સામે લડવાનું હું સારી રીતે જાણું છું અને હું મારા મિત્રો અને પરિવારજનોનો પ્રેમ અને સાથ-સહકાર મેળવી રહી છુ જેનાં માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છુ એમ સોનાલીએ ટ્વિટર પર જણાવ્યું હતું.