loader

Breaking News


Home > Bollywood > લગ્ન પછી હનીમુન પર જવાં સોનમની નાં, પહેલાં કામ પછી હનીમુન !


Foto

લગ્ન પછી હનીમુન પર જવાં સોનમની નાં, પહેલાં કામ પછી હનીમુન !

May 7, 2018, 2:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:સોનમ કપુરના લગ્નની તૈયારી ધૂમધડાકા સાથે મુંબઈમાં ચાલી રહી છે.તેવામાં હાલ એવાં સમાચાર આવી રહ્યાં છે કે લગ્ન પછી સોનમ કે આનંદ આહુજા હનીમુન ઉપર જવાનાં મુડમાં નથી,એક ઈન્ટરવ્યુંમાં સોનમે કહ્યું કે લગ્ન પછી અમે હનીમુન ઉપર નથી જવાનાં. આ વાત B-Townમાં જાહેર થતાં આશ્ચર્ય થયું હતું.જોકે બાદમાં સોનમે જણાવ્યું કે અમે બંને જણા લગ્ન પછી સૌ-પ્રથમ પોતપોતાનાં હાથમાં લીધેલાં કામ પુરા કરીશું ત્યારબાદ જ હનીમુન ઉપર જઈશું.

સોનમે કહ્યું કે લગ્ન પછી હું સામાન્ય જ રહીશ. લગ્ન પછી તે પોતનાં સાસરે દિલ્હી સ્થિત નિવાસ સ્થાને રહેશે.સોનમ અને આનંદ સૌ પ્રથમ પોતે હાથમાં લીધેલાં ક્મીટમેંન્ટ પૂરાં કરવાં માંગે છે,આ નવપરિણીત યુગલ પોતાનાં સર્વ કામ પુરા કર્યા બાદ જ હનીમુન ઉપર ઓક્ટોમ્બર કે નવેમ્બરમાં જશે.

લગ્નબાદ સોનમ તરત જ કાન્સ ફેસ્ટીવલમાં સામેલ જવા જશે ત્યારપછી પોતાની આગામી ફિલ્મનું શુટિંગ શરું કરશે. એ પછી તે પોતાની હોમ પ્રોડકશનની ફિલ્મ "વિર ધી વેડિંગ"નાં પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે.પછી સોનમ સલમાન સાથેની ફિલ્મમાં બીઝી થઇ જશે.