loader

Breaking News


Home > Bollywood > દુનિયાના સૌથી સુંદર શહેરમાં સોનમ કપૂરનાં લગ્ન, કરોડપતિ સાથે ફરશે સાત ફેરા:જાણો પૂરી વિગત


Foto

દુનિયાના સૌથી સુંદર શહેરમાં સોનમ કપૂરનાં લગ્ન, કરોડપતિ સાથે ફરશે સાત ફેરા:જાણો પૂરી વિગત

April 11, 2018, 11:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ: સોનમ કપૂર આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મ બાદ સોનમ કપૂર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લાં કેટલાંય સમયથી સોનમ કપૂરના લગ્નની ચર્ચા થતી હતી પરંતુ હવે એક્ટ્રેસના લગ્નની વાત કન્ફર્મ થઈ છે.

વિદેશમાં થશે લગ્નઃ

સોનમ કપૂર પણ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની જેમ દેશ બહાર લગ્ન કરવાની છે. સ્વિટ્ઝરલેન્ડના મોન્ટ્રો શહેરમાં સોનમ તથા આનંદ આહુજા લગ્ન કરવાના છે. આ લગ્ન 9થી 12 મેની વચ્ચે યોજાશે.

પરિવારે એક અઠવાડિયાની લીધી રજા

કપૂર ફેમિલી તથા સોનમ કપૂરના નિકટના ફ્રેન્ડ્સે લગ્નમાં જવા માટે એક અઠવાડિયાની રજા લીધી છે. સોનમ કપૂરનો પરિવાર તથા ફ્રેન્ડ્સ મુંબઈથી જ જશે. જ્યારે આનંદ આહુજા તથા તેનો પરિવાર દિલ્હીથી જશે. હાલમાં પિતા અનિલ કપૂરે તમામને અંગત રીતે ફોન કરીને લગ્ન માટેનું આમંત્રણ આપી દીધું છે. મહેંદી સેરેમની, સંગીત સેરેમની તથા હલ્દી સેરેમની સહિતના વિવિધ ફંક્શન સ્વિટ્ઝરલેન્ડમાં યોજાશે.

બિઝનેસમેન છે આનંદ

આનંદ આહુજાનો દિલ્હીમાં ઘણો જ મોટો બિઝનેસ છે. તે દેશનો પહેલો શૂ સ્ટોર વેજ-નોનવેજનો ફાઉન્ડર છે. દિલ્હીની સ્થિત અનેક ફેશન બ્રાન્ડનો પણ તે માલિક છે. આટલું જ નહીં આનંદ આહુજા પોતાના ફેમિલી બિઝનેસ 'શાહી એક્સપર્ટ્સ'માં એમડી છે. આનંદ આહુજાએ અમેરિકામાં એમેઝોન કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું છે. આનંદ ફેશન બ્રાન્ડ Bhaneનો માલિક છે. ઉલ્લેખનીય છે કે, Bhane સોનમની ફેવરેટ ફેશન બ્રાન્ડ્ઝમાંથી એક છે.તે ઘણી ઈવેન્ટ્સમાં Bhaneની ડિઝાઈન કૅરી કરતી જોવા મળે છે.

હિંદુ રીત-રિવાજથી લગ્ન થશે:

સોનમ તથા આનંદના લગ્ન હિંદુ રીત-રિવાજ પ્રમાણે થશે. લગ્નનું ફાઈનલ થતા જ સોનમ હવે હનિમૂન વેન્યૂ ફાઈનલ કરવામાં વ્યસ્ત છે.