loader

Breaking News


Home > National > પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતી નિમિતે સોનિયા ગાંધી - રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ


Foto

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતી નિમિતે સોનિયા ગાંધી - રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

Aug. 20, 2018, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતી નિમિતે આજે તેમનાં સમાધિસ્થળ પર સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ સમયે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા સહીત કોગ્રેસનાં અન્ય દિગ્ગજ નેતા પણ હાજર રહ્યાં હતા.

તમને જણાવી દઈએ કે રાજીવ ગાંધી દેશનાં છઠ્ઠા પ્રધાનમંત્રી હતા. રાજીવ ગાંધીનો જન્મ ૨૦ ઓગષ્ટ, ૧૯૪૪ માં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ દેહરાદુનની દુન સ્કુલમાં મેળવ્યું હતું. ૧૯૬૧ માં તેઓ લંડન ગયા અને ત્યાની ઈમ્પિરીયલ કોલેજ અને કેમ્બ્રિજ યુનિર્વસિટીમાંથી તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૯૧ માં તમિલનાડુમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામા આવી હતી.

વર્ષ ૧૯૯૬ માં ઇન્દિરા ગાંધીનાં પ્રધાનમંત્રી બન્યાં બાદ ભારત પરત ફર્યા હતા. વર્ષ ૧૯૮૪ માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી ભારે બહુમતી સાથે પ્રધાનમંત્રી બન્યાં હતા.