loader

Breaking News


Home > Health > સુતા પહેલા સ્નાન કરવાથી થાય છે ઘણા ફાયદા, જાણો કયા છે ફાયદા


Foto

સુતા પહેલા સ્નાન કરવાથી થાય છે ઘણા ફાયદા, જાણો કયા છે ફાયદા

Feb. 7, 2018, 6:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સવારે ઉઠીને કરવામાં આવતા લગભગ કામ દૈનિક હોય છે. જેમ કે બ્રશ કરવું, ટોયલેટ જવુ, નહાવુ. નહાવાની ક્રિયા લગભગ લોકો સવારે જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રીનાં સમયે સુતા પહેલા નહાવુ તમારા માટે કેટલુ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. સવારે નહાવાથી તમારો આખો દિવસ તાજગીભર્યો રહે છે, જ્યારે સુતા પહેલા નહાવાથી દિવસ દરમિયાન શરીર પર રહી ગયેલી ગંદકી દૂર કરી શકાય છે. તેટલુ જ નહી વૈજ્ઞાનિકોનાં મતે સુતા પહેલા નહાવાથી ઉંઘ સારી મળે છે.



સવાર અને રાત એમ બંન્ને સમયે નહાવાના અલગ-અલગ ફાયદાઓ અને નુકસાન છે. સવારે નહાવાથી આખો દિવસ તાજગીભર્યો રહે છે, જ્યારે રાત્રીનાં સમયે નહાવાથી દિવસભરનો પરસેવો, ઓઇલ જે ચહેરાનાં ભાગે હોય છે તે નિકળી જાય છે અને તમને એક સારી ઉંઘ મળી રહે છે. ન્યૂયોર્કનાં ડર્મેટોલોજીસ્ટ ડૉ.સામેર જબેર કહે છે કે, રાત્રીનાં સમયે નહાવાથી દિવસભરની ધૂળ અને ગંદકી દુર થાય છે, દિવસભરની ગંદકી સાથે ઉંઘવાથી તમને ચામડીનાં રોગ પણ થઇ શકે છે, સાથે તમારી ઉંઘ પૂરી થવામાં બાધા રૂપ સાબિત થઇ શકે છે. જો તમે એક સ્વસ્થ શરીર ઇચ્છો છો તો નિયમિત સુતા પહેલા નહાવુ જરૂરી બને છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુતા પહેલા નહાવું શરીર માટે ફાયદાકારક તો છે પણ જે રાત્રીનાં નહાવા ન માંગતા હોય તેણે ખાસ સુતા પહેલા પોતાનો ચહેરો સાફ કરવો જરૂરી છે. જો તેમ ન કરવામાં આવે તો તમારા તકિયામાં દિવસભરની ગંદકી અને તેલ લાગી શકે છે જે આગળ જઇને તમારા ચહેરાને બગાડી શકે છે.

જો તમે એક સારી ત્વચા ચાહો છો તો રાત્રીનાં નહાવાનું રાખો. રાતમાં શરીરની કોશીકાઓને જાતે સ્વસ્થ બનાવે છે અને સાથે મૃત કોશીકાઓને દૂર કરી નવી કોશીકાઓ ઉત્પન્ન કરે છે. તે જ કારણે ડૉ.જબેર ખાસ ચહેરાને ધોવાની સલાહ આપે છે. રાત્રીનાં નહાવાથી તમારા શરીરનું તાપમાન સામાન્ય બને છે, જે કારણે તમને જલ્દી અને સારી ઉંઘ મળી રહે છે. લગભગ સ્ટડીમાં બતાવવામાં આવ્યુ છે કે, ઉંઘવાનાં 1 કલાક પહેલા નહાવાથી શરીરનું તાપમાન સામાન્.ય થઇ જાય છે અને તમને ઉંડી ઉઘ આવે છે. સાથે અગર સાથુ ધોવામાં આવે તો મગજમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરતુ જાય છે.