loader

Breaking News


Home > Bollywood > સાઉથ એક્ટ્રેસે ટોપલેસ થઇ કર્યો કાસ્ટીંગ કાઉચનો વિરોધ


Foto

સાઉથ એક્ટ્રેસે ટોપલેસ થઇ કર્યો કાસ્ટીંગ કાઉચનો વિરોધ

April 7, 2018, 5:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : કાસ્ટીંગ કાઉચ આ શબ્દ બોલીવુડમાં ઘણો ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડની ઘણી એક્ટ્રેસ સમય સમય પર આ મુદ્દે વિરોધ કરતી સામે આવી છે. હવે આ મુદ્દે સાઉથની એક્ટ્રેસ શ્રી રેડ્ડી સામે આવીને તેનો વિરોધ કરતી દેખાઇ રહી છે. તેણે ટોપલેસ થઇને કાસ્ટીંગ કાઉચનો વિરોધ કર્યો હતો. વિરોધ કરવાની આ રીત જોઇ સનસની ફેલાઇ ગઇ છે.




સુત્રોનાં જણાવ્યાં મુજબ શ્રી રેડ્ડીએ ફિલ્મ ચેમ્બર પર કાસ્ટીંગ કાઉચનાં મુદ્દે ચુપ રહેવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ તેણે આ શોષણનાં વિરોધમાં હૈદરાબાદમાં આવેલા ફિલ્મ ચેમ્બર ઓફિસની બહાર ટોપલેસ થઇને સનસની મચાવી દીધી છે. આ પહેલા શ્રી રેડ્ડીએ સોશિયલ મીડિયામાં કાસ્ટીંગ કાઉચનો મુદ્દે સામે લાવી એક જાણીતા એક્ટર અને રાજનેતાનાં વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જો કે શ્રી રેડ્ડીનાં ટોપલેસ થયા હોવાના સમાચાર મળ્યા બાદ પોલીસ તે સ્થળ પર પહોચી હતી. પોલીસે તેને કપડા પહેરાવી તે સ્થળ પરથી હટાવી દીધી હતી. સુત્રોનાં જણાવ્યાં મુજબ શ્રી રેડ્ડી આ મુદ્દે હવે લડી લેવાનાં મૂડમાં છે. આ સાથે તેણે શોષણ કરનારા ઈંન્ડસ્ટ્રીનાં મોટા નામોનો ખુલાસો કરવાની પણ ધમકી આપી હતી.

કાસ્ટીંગ કાઉચ આજ કાલની વાત નથી. ઘણા બોલીવુડ સ્ટાર આ વાતને સ્વીકારી ચુક્યા છે. બોલીવુડનાં સ્માર્ટ સિંગર અને એક્ટર કહેવાતા આયુષ્માન ખુરાના પણ આ વાતને સ્વીકારી ચુક્યા છે. તેમને પણ કાસ્ટીંગ કાઉચનો શિકાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી ચુક્યો છે. તે સિવાય રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા, ટિસ્કા ચોપડા, કલ્કિ કોચલિન જેવા બોલીવુડનાં સ્ટારને પણ કાસ્ટીંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે.