loader

Breaking News


Home > Sports > પિંક વન-ડે આફ્રિકાને ફળી: ચોથી વન-ડેમાં સાઉથ આફ્રિકાનો ડકવર્થ લુઇસની મદદથી પાંચ વિકેટે વિજય


Foto

પિંક વન-ડે આફ્રિકાને ફળી: ચોથી વન-ડેમાં સાઉથ આફ્રિકાનો ડકવર્થ લુઇસની મદદથી પાંચ વિકેટે વિજય

Feb. 12, 2018, 2:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર,જોહાનીસ્બર્ગ: પિંક ડ્રેસ આફ્રિકા માટે ફરી એક વાર લકીચાર્મ સાબિત થતાં અને વરસાદનાં વિધ્ન થતાં સાઉથ આફ્રિકાએ ભારત સામેની ચોથી વન-ડેમાં પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.સાઉથ આફ્રિકા જ્યારે પણ પિંક જર્સીમાં મેદાનમાં ઉતરી છે ત્યારે હારી નથી.આ સાથે છ વન-ડેની શ્રેણીમાં સાઉથ આફ્રીકાએ જીતનું ખાતું ખોલાવ્યું છે,જોકે ભારત શ્રેણીમાં ૩-૧ની સરસાઈ ધરાવે છે.ચોથી વન-ડેમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં શિખર ધવનની સદીની મદદથી ૫૦ ઓવરનાં અંતે સાત વિકેટ ગુમાવીને ૨૮૯ રન બનાવ્યાં હતાં.૨૯૦નાં ટાર્ગેટનો પીછો કરતાં સાઉથ આફિકાએ ૭.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૪૩ રન બનાવી લીધા હતાં.આ સમયે વરસાદ પડતાં મેચ રોકવી પડી હતી વરસાદને કારણે મેચ ૧૨ વાગ્યે શરું થઇ હતી જેમાં સાઉથ આફ્રિકાને મેચ જીતવા માટે ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, એટલે બાકી રહેલા ૧૨૪ બોલમાં ૧૫૯ રન બનાવવાના હતાં.જીતવા માટે ૨૮ ઓવરમાં ૨૦૨નાં ટાર્ગેટને સાઉથ આફ્રિકાએ ૨૫.૩ઓવરમાં પાંચ વિકેટે ગુમાવીને પાર પાડ્યો હતો.યુવા વિકેટકીપર બેસ્ટ્મેન ક્લાસેને ૨૭બોલમાં પાંચ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી અણનમ ૪૩ તેમજ મિલરે ૨૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગાથી ૩૮ રન ફટકાર્યા હતાં.કારકિર્દીની ૧૦૦મી વન-ડે ધવનની માટે યાદગાર સદી રહી તેમજ કોહલીના ૭૫ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૮૯ રન કર્યા હતાં.જ્યારે ભારત તરફથી કુલદીપ યાદવે ૨ વિકેટ ઝડપી હતી.હવે શ્રેણીની પાંચમી વન-ડે ૧૩મી ફેબ્રુઆરીએ મંગળવારે પોર્ટ એલિઝાબેથમાં સાંજે ૪.૩૦ વાગ્યાથી રમાશે.

વરસાદ ભારત માટે વિલન બન્યો:ભારતનો સ્કોર ૩૪.૨ ઓવરમાં બે વિકેટે ૨૦૦ રન હતો, ત્યારે વરસાદ ત્રાટક્યો હતો અને આ પછી રમાયેલી ૧૫.૪ઓવરમાં ભારત માત્ર ૮૯ રન જ કરી શક્યું હતું અને પાંચ વિકેટ ગુમાવી હતી.સાઉથ આફ્રિકાએ ૭.૨ ઓવરમાં એક વિકેટે ૪૩ રન કર્યા ત્યારે વરસાદ ત્રાટક્યો હતો.વરસાદી વાતાવરણ અને પીચને કારણે ભારતીય સ્પિનરો ખાસ પ્રભાવ નહોતા કરી શક્યા.