loader

Breaking News


Home > National > સપા - બસપા ૨૦૧૯ ની ચુંટણીમાં ગઠબંધન કરશે, માયાવતીએ કરી જાહેરાત


Foto

સપા - બસપા ૨૦૧૯ ની ચુંટણીમાં ગઠબંધન કરશે, માયાવતીએ કરી જાહેરાત

May 7, 2018, 12:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : દેશમાં દલિત રાજનીતિનો ચહેરો ગણાનાર બસપા સુપ્રીમો માયાવતીએ એલાન કર્યું હતું કે તેઓ ૨૦૧૯ માં લોકસભા ચુંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરશે. જો કે તેઓએ જણાવ્યું હતું કે હાલ બંને પાર્ટીઓ વચ્ચે બેઠકો નક્કી કરવાની છે ત્યારબાદ આ ગઠબંધનને લઈને ઔપરીચારિક એલાન કરવામાં આવશે.

માયવતી કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) નાં સમર્થનમાં એક રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા ત્યારે એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન માયવતીએ આ વાત કરી હતી. વાતચીત દરમિયાન તિઓ જનતા દળ (સેક્યુલર ) નાં નેતાઓને તેમણે બિન ભાજપી - બિન કોંગ્રેસી ત્રીજા મોરચાનાં પ્રધાનમંત્રી પદનાં મજબુત દાવેદાર પણ ગણાવ્યાં હતા.

જનતા દળનાં નેતાઓએ જણાવ્યું હતું કે બિન ભાજપી - બિન કોંગ્રેસી નેતાઓને એક કરી શકવાની તાકાત માયાવતીમાં છે. માયાવતીએ સપા - બસપા ગઠબંધન પર બોલતા જણાવ્યું હતું કે ધર્મ નિરપેક્ષ પક્ષોનાં ગઠબંધનથી ભાજપ - સંઘ ડરી ગયા છે. સાંપ્રદાયિક શક્તિઓ નથી ઈચ્છતી કે ધર્મ નિરપેક્ષ પક્ષો ભેગી થાય અને આગળ વધે.