loader

Breaking News


Home > National > વાયજેયીની અસ્થી વિસર્જન કાર્યક્રને લઇને સપાએ ઉઠાવ્યો સવાલ


Foto

વાયજેયીની અસ્થી વિસર્જન કાર્યક્રને લઇને સપાએ ઉઠાવ્યો સવાલ

Aug. 23, 2018, 1:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં પાર્થીવ શરીર પંચમહાભૂતમાં વિલીન થયા બાદ હવે તેમના નામ પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. સમાજવાદી પાર્ટીએ આ અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સપાએ કહ્યુ કે, દેશનાં મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થીની નાટક આચરી રહી છે.



દેશમાં 100થી વધુ નદીઓમાં ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થીઓનાં વિસર્જન કાર્યક્રમને લઇને હવે વિરોધ શરૂ થઇ ગયો છે. સપા સહિતની અન્ય પાર્ટીઓએ આ સામે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. સપાનાં પ્રવક્તા અનુરાગ ભદોરિયાએ કહ્યુ છે કે, ગોલવરકરનાં માર્ગ પર ચાલવાનો દાવો કરનાર બીજેપી હવે ન્યુ બીજેપી બની ગઇ છે. તેમણે કહ્યુ કે, ગોલવરકરે નહેરુની અસ્થીઓનાં મોટા પાયે વિસર્જનની સામે વાધો ઉઠાવ્યો હતો. હવે ભાજપનાં લોકો કોંગ્રેસનાં પગલે ચાલી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વાજપેયીની અસ્થીનાં નામ પર માર્કેટીંગ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. જનતાનાં સળગતા મુદ્દાથી લોકોનાં ધ્યાનને અન્ય તરફ વાળવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક તરફ દેશનાં દક્ષિણ રાજ્ય કેરલમાં પૂરનાં કારણે લાખો લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે તે મુદ્દાને પીછે છોડી ભાજપ ચુંટણીલક્ષી વિચાર સાથે વાજપેયી અસ્થીનાં નામે દેશભરમાં માર્કેટીંગ કરી રહી છે.

છત્તિસગઢ સરકાર રાયપુરમાં બની રહેલા નવા પાટનગરનું નામ અટલ નગર રાખવાની જાહેરાત કરી ચુકી છે. બિલાસપુર યુનિવર્સિટીનું નામ પણ હવે બદલીને અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટી કરી દેવામાં આવનાર છે. વળી એક રેલ્વે લાઇનનું નામ પણ અટલ પથ રાખવામાં આવ્યુ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વર્ષે મોડેથી વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે આ મુદ્દાને જીવંત રાખવા માટેનાં પૂરા પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આ મુદ્દે સપાએ આગળ આવીને પોતાનો વાંધો દર્શાવ્યો છે.