loader

Breaking News


Home > National > આર્થર જેલમાં ભાગેડું માલ્યા માટે ખાસ વ્યવસ્થા કરાઇ


Foto

આર્થર જેલમાં ભાગેડું માલ્યા માટે ખાસ વ્યવસ્થા કરાઇ

Aug. 31, 2018, 11:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : હાલનાં સમયમાં મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક નંબર ૧૨ના સ્વરૂપને બદલી નાંખવા માટેનુ કામ ચાલી રહ્યુ છે. બેરેકની ફર્શ અને ટાઇલ્સ બદલી દેવામાં આવી છે. દિવારોને વ્યવસ્થિત કરવામાં આવી રહી છે. બાથરૂમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યાનાં સમાચાર મળ્યા છે. આ તમામ કામ એટલા માટે ચાલી રહ્યુ છે કે ફરાર કારોબારી વિજય માલ્યાએ બ્રિટન સમક્ષ પોતાના પ્રત્યાર્પણ મામલે દેશની જેલોમાં રહેલી ખરાબ સ્થિતીનો ઉલ્લેખ કર્યો છે.



માનવામાં આવી રહ્યું છે કે વિજય માલ્યાને જો ભારત લાવવામાં આવશે તો આર્થર રોડ જેલની અંદર નવેસરથી તૈયાર કરવામાં આવી રહેલા બેરેકમાં રાખવામાં આવશે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણને લઇને વાતચીત અંતિમ તબક્કામાં છે. સીબીઆઇએ જેલમાં બની રહેલી સારી સેલનાં વીડિયો પણ તૈયાર કરી લીધા છે. પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે આ વિડિયો કોર્ટમાં સોંપવામાં આવનાર છે. આ ટોપ સિક્રેટ વીડિયો વિદેશ મંત્રાલયને સોંપી દેવામાં આવનાર છે.

પીડબલ્યુડીનાં કોન્ટ્રાક્ટને લેનાર પ્રમેશ કન્સ્ટ્રકશને બેરેકમાં નવેસરથી નિર્માણ કામગીરી હાથ ધરી છે. વાતચીતમાં કોન્ટ્રાક્ટરે કહ્યુ છે કે નવેસરથી કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યુ છે કે બેરેક નંબર ૧૨માં કામ કરવામાં આવી રહ્યુ છે. આ બેરેકને મુંબઇ હુમલાના દોષિત કસાબને રાખવા માટે તૈયાર કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે આ સંબંધમાં તેમને વધારે માહિતી મ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેમના કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે. સેલમાં બેરેક નંબર ૧૨ તરફ દોરી જતા રસ્તાને પાકો બનાવી દેવામાં આવ્યો છે.