loader

Breaking News


Home > Gujarat > SPG - શહીદોનાં પરિવારને કેમ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં આમંત્રણ નહી : દિનેશ બાંભણીયા


Foto

SPG - શહીદોનાં પરિવારને કેમ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં આમંત્રણ નહી : દિનેશ બાંભણીયા

May 26, 2018, 5:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાસના પૂર્વ આગેવાન દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલને પત્ર લખીને પાટીદાર ન્યાય મહાપંચાયતમાં શહીદોના પરિવારજનો તેમજ એસપીજીને આમંત્રણ કેમ નથી આપવામાં આવ્યું તે અંગે સવાલ ઉઠાવ્યાં છે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પબ્લીસીટી માટે ભાજપ - કોંગ્રેસના ધારાસભ્યોને પત્ર લખ્યા પરંતુ જુના સાથીઓ, શહીદોના પરિવાર, જેલમાં ગયેલા યુવાનો, એસપીજી, ધાર્મિક સંસ્થાઓને ભૂલી ગયો છે.

વધુમાં દિનેશ બાંભણીયાએ કહ્યું હતું કે જ્યાં સુધીં હાર્દિક પટેલે અનામતની વાત કરી ત્યાં સુધી હું અને મારા જેવા હજારો યુવાનો તમારી સાથે જીવના જોખમે ઉભા હતા. જો કે હવે તેઓએ અનામત બાજુમાં મુકીને રાજકીય મહત્વાકાંક્ષા શરુ કરી છે જેને લીધે લોકો દુર થઇ રહ્યા છે. બાંભણીયાએ પત્રમાં કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા હતા.