loader

Breaking News


Home > Sports > શ્રીલંકાની પોતાના ઘરમાં કારમી હાર, ભારતે 168 રને મેચ જીતી


Foto

શ્રીલંકાની પોતાના ઘરમાં કારમી હાર, ભારતે 168 રને મેચ જીતી

Sept. 1, 2017, 6:51 p.m.
      Whatsapp   

ભારતે શ્રીલંકા સામે સતત ચોથી વન ડેમાં જીત મેળવી છે. આ મેચના હીરો કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્યા છે, જેમણે બીજી વિકેટ માટે 219 રનની ભાગીદારી કરી હતી. તેના જવાબમાં શ્રીલંકાની પૂરી ટીમ માત્ર 207 રને ધરાસાઇ થઇ હતી.

ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમા ભારત તરફથી રોહિત શર્માએ 104 અને વિરાટ કોહલીએ 131 રનની ધૂઆધાર બેટીંગ કરી હતી. ભારતની પહેલી વિકેટ 6 રનમાં પડી હતી, શિખર ધવન માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ આવેલા રોહિતે બીજા વિકેટ માટે વિરાટ સાથે 219 રનની ભાગીદારી કરી હતી. કોહલી અને રોહિતે શ્રીલંકાના એક પણ બોલરને હાવી થવા દીધા નહી. કોહલીએ 96 બોલમાં 17 ચૌકા અને 2 છક્કાની મદદથી 131 રન બનાવ્યાં હતા, જ્યારે રોહિતે 88 બોલમાં 11 ચૌકા અને 3 છક્કાની મદદથી 104 રન બનાવ્યાં હતા.

કોહલી અને રોહિતના આઉટ થયા બાદ મનીષ પાંડે અને ધોનીએ ભારતના સ્કોર બોર્ડને વધાર્યો હતો. જેમાં પાંડેએ 42 બોલમાં 50 રન અને ધોનીએ 42 બોલમાં 49 રન બનાવ્યાં હતા. આ બન્ને ખેલાડીએ નોટઆઉટ રહી ભારતનો સ્કોર 375 સુધી પહોચાડ્યો હતો.

લક્ષ્યનો પીછો કરતી શ્રીલંકાની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને તેમણે 37 રનમાં જ ત્રણ વિકેટો ગુમાવી હતી. થિરિમાને અને મૈથ્યૂજે થોડા સમય સુધી વિકેટોને સાચવી રાખી હતી. પરંતુ તેમની મહેનત શ્રીલંકાને હારમાંથી બચાવી ન શકી અને ભારતે ચોથી વન ડેમાં શ્રીલંકાને 168 રને હરાવ્યું હતુ. ભારતના 375 રનના લક્ષ્ય સામે શ્રીલંકાની પૂરી ટીમ માત્ર 207 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકા માટે આ એક કારમી હાર બરાબર છે.