loader

Breaking News


Home > Bollywood > શ્રીદેવીનું પાર્થિવ શરીર દુબઈથી ઘરે પહોચ્યું ,આજે બપોરે સાડા ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર


Foto

શ્રીદેવીનું પાર્થિવ શરીર દુબઈથી ઘરે પહોચ્યું ,આજે બપોરે સાડા ત્રણ વાગ્યે અંતિમ સંસ્કાર

Feb. 28, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર,મુંબઈ:શ્રીદેવીનાં પાર્થિવ દેહને મંગળવારે રાત્રે દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યું હતું.મોડી રાત્રે તેમનાં પાર્થિવ શરીરને લોખંડવાલા સ્થિત તેમનાં નિવાસસ્થાન “ગ્રીન એકર્ષ”માં લઇ જવામાં આવ્યું હતું.આ દરમિયાન તેમનાં ઘર આગળ ભીડ બેકાબુ બની ગઈ હતી.પોલીસે ભીડને સંભાળવા ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આજે ૩.૩૦ વાગ્યે શ્રીદેવીનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.અગાઉ દુબઈ પોલીસે ભારતીય કોન્સ્યુલેટ અને તેમનાં પરિવારને મંગળવાર બપોર પછી ક્લીયરન્સ લેટર સોપ્યા બાદ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.સોમવારે જાહેર કરવામાં આવ્યું કે શ્રીદેવીનું નિધન બાથટબમાં ડૂબવાના કારણે થયું હતું.

શ્રીદેવીનો કેસ બંધ બોની કપૂરને ક્લીન ચીટ: દુબઈ વહીવટીતંત્ર મંજુરી મેળવ્યા બાદ શ્રીદેવીનું શરીર કોટેડ હતું. આ પ્રકિયામાં આશરે ૨ કલાકનો સમય લાગ્યો હતો.બીજી બાજુ બોની કપૂરને આ કેસમાં ક્લીનચીટ આપી હતી પોલીસ કહેછે કે આ કેસમાં કોઈ એવી વસ્તુ નથી કે જેને શંકા તરીકે જોઈ શકાય.બોની કપૂરને પ્રાથમિક સવાલો કરીને દુબઈ પોલીસે ક્લીનચીટ આપી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંધેરી પશ્ચિમના લોખંડવાલા સ્થિત સેલિબ્રેશન સ્પોટ્સ ક્લબમાં સવારે ૯:૩૦થી ૧૨.૩૦ સુધી શ્રીદેવીના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.